ભ્રષ્ટાચારનાં કેસમાં પૂર્વ IAS પ્રદીપ શર્માની ACBએ કરી ધરપકડ

અમદાવાદઃ પૂર્વ IAS પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી છે. ACBએ સાબરમતી જેલથી ધરપકડ કરી છે. અપ્રમાણસર મિલ્કતનાં ગુન્હામાં તેઓની ધરપકડ કરવામાં આવી છે. ગઇકાલે પ્રદીપ શર્માને જામીન મળ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે સરકાર ભ્રષ્ટાચાર ડામવા માટે આકરા પગલાં લે છે પરંતુ તેનુ પૂરતું અમલીકરણ થઈ શકતું નથી. કેમ કે વધુ એક પૂર્વ સરકારી બાબુ લાંચ લેવાનાં કૌભાંડમાં સંપડાયા હોવાની વિગતો સામે આવી છે.

તાત્કાલીન IAS પ્રદિપ શર્માએ 25 લાખ રૂપિયા લઈને કોન્ટ્રાક્ટરને આર્થિક લાભ કરાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે આજે ભાવનગર ખાતે પોલીસ ફરીયાદ કરતાં તેમની સાંજે 4 વાગ્યાની આસપાસ ધરપકડ કરવામાં આવી છે.

You might also like