હિમાચલમાં વાયુ સેનાનું મિગ-21 લડાકુ વિમાન ક્રેશ, પાયલટનું મોત

ભારતીય વાયુ સેનાનું મિગ-21 લડાકુ વિમાન હિમાચલ પ્રદેશનાં કાંગડા જિલ્લાનાં ફતેહપુરનાં પટ્ટા ગામમાં ક્રેશ થઇ ગયું છે. એવું કહેવાઇ રહ્યું છે કે મિગ-21 લડાકુ વિમાને પંજાબનાં પઠાણકોટેથી ઉડાણ ભરી હતી અને અંતે પટ્ટા ગામમાં ક્રેશ થઇ ગયું. આ દુર્ઘટનામાં લડાકુ વિમાનમાં સવાર પાયલટનું મોત થઇ ગયું છે. રેસ્ક્યૂ ટીમે મોકા પર જ રાહત કાર્યમાં લાગી ગઇ છે.

જો કે હજી સુધી વિમાન ક્રેશ કેવી રીતે થયું તેનો ખુલાસો થઇ શક્યો નથી. ભંગારમાં પાયલટનાં શરીરનાં ટુકડે ટુકડાં નીચે પડેલાં છે. વિમાનમાં કેટલાં લોકો સવાર હતાં તેની પણ હજી સુધી જાણકારી નથી મેળવી શકાઇ. કાંગડાનાં એસપી સંતોષ પટિયાલે જણાવ્યું કે, વિમાનમાં કેટલાં લોકો સવાર હતાં તેની જાણકારી હજી તો મેળવવામાં આવી રહી છે. મોકા પર જ રેસ્ક્યૂ ટીમ મોકલી દેવામાં આવી છે.

You might also like