પઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકવાદી હૂમલામાં NSGએ નહોતી કરી મદદ

નવી દિલ્હી : 1 જાન્યુઆરી, 2016 પઠાણકોર એરબેઝ પર થયેલા આતંકવાદી હૂમલા અંગેનું એક વધારે ચોકાવનારુ સત્ય સામે આવ્યું છે. એક અંગ્રેજી સમાચાર પત્રએ આ અંગે ખુલાસો કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર વાયુસેના અધિકારી વિંગ કમાન્ડર અભિજીત સરીને એનઆઇએને આપેલા પોતાના નિવેદનમાં દાવો કર્યો કે એરબેઝ પર થયેલા હૂમલા દરમિયાન આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો સામનો કરી રહેલ ડિફેન્સ ગાર્ડસને રેસક્યુ માટે મદદ માંગી હતી જો કે એનએસજી (નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ)એ મદદ નહોતી કરી.

એનઆઇએ દ્વારા હાલ આતંકવાદી ઘટનાના સાક્ષીઓના નિવેદનો લેવાઇ રહ્યા છે. હાલમાં એનઆઇએએ મોહાલીની એખ સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં તે વાત સામે આવી છે કે એનએશજી અને એરફોર્સની વચ્ચે કેટલાક વિવાદો ચાલી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર વિંગ કમાન્ડર સરીને દાવો કર્યો કે તેમને રેડિયો સેટ પર આતંકવાદીઓ સામે લડી રહેલા ગાર્ડસનો એક મેસેજ સાંભળ્યો હતો. જેમાં કહેવાયું કે એક આદમી મરી ચુક્યો છે અને બે ઘાયલ છે, અમને રેસક્યુ કરાવો નહીતો અમે મરી જઇશું. ત્યાર બાદ સરીને એનએશજીની કમાન્ડો ટીમને લીડ કરી રહેલા ઓફીસર બ્રિગેડિયર ગાંગુલીને મદદ માટે ટીમ મોકલવા માટે અપી કરી પરંતુ તેમણે આ બાબત પર ધ્યાન નહોતું આપ્યું.

સરીને એનઆઇએને આપેલા પોતાના નિવેદન અંગે પ્રતિક્રિયા આપવાની મનાઇ કરી દીદી છે. બ્રિગેડિયર ગાંગુલીએ કહ્યું કે તેઓ વરિષ્ઠ અધિકારીઓને મંજુરી બાદ જ કાંઇ પણ બોલશે. બીજી તરફ એનએશજી સૂત્રોએ સરીનનાં દાવાને ખોટા ઠેરવ્યા છે.

You might also like