કેદારનાથમાં વાયુસેનાનું M17 હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત

ઉત્તરાખંડના કેદારનાથમાં એક દૂર્ઘટના ઘટી છે. અહી એક એમ-17 હેલીકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થયુ છે. જો કે આ દૂર્ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર મળ્યાં નથી. ભારતીય વાયુસેનાના આ હેલિકોપ્ટરમાં નિર્માણ કાર્યો સાથેનું મટિરીયલ હતું. આ હેલિકોપ્ટર ગુપ્તકાશીથી કેદારનાથ જઇ રહ્યું હતું. આ હેલિકોપ્ટર દ્વારા નિર્માણ સામાન પહોંચાડવામાં આવી રહ્યો છે.

આ દરમિયાન હેલિકોપ્ટર એમ-17 દૂર્ઘટનાગ્રસ્ત થયું. હેલિકોપ્ટરમાં જેટલા લોકો સવાર હતા જે બધા સુરક્ષિત છે. જો કે હેલિકોપ્ટરને ઘણું નુકસાન પહોંચ્યું છે. જો કે હજુ સુધી આ દૂર્ઘટના અંગે કોઇ કારણ જાણવા મળ્યું નતી. ઉલ્લેખનીય છે કે કેદારનાથમાં 2013માં હોનારતમાં નુકસાન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે કેદારનાથના જીર્ણોદ્ધાર પર જોર આપી રહ્યાં છે.

You might also like