વાયુસેનમાં જોવા મળશે “મેક ઇન ઇન્ડિયા”નો દમ, 1350ની સ્પિડથી ઉડશે આકાશમાં

બેંગલૂરૂઃ ભારતીય વાયુસેનામાં આજે “મેક ઇન ઇન્ડિયા”નો દમ જોવા મળશે. બેંગલૂરૂ દેશમાં બનેલા પહેલા લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (LAC) તેજસને એરફોર્સમાં સામેલ કરવામાં આવશે. આ બે 2 પ્લેનને એરફોર્સ પોતાના બેડામાં સામેલ કરવા જઈ રહ્યું છે. તેજસની પહેલી સ્ક્વાડ્રનનું નામ ‘ફ્લાઇંગ ડેગર્સ 45’ હશે. આ વિમાન 1350 કીમી પ્રતિ કલાકની ઝડપે આકાશમાં ઉડશે. જે દુનિયાના સારા પ્લેનને ટક્કર આપી શકશે.

તેજસ પોતાના તમામ ટેસ્ટ સફળતાપૂર્વક પૂરા કરીલીધી છે. આ ટેસ્ટ એરમાર્શલ જસબીર વાલિયા અને હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ (એચએએલ)ના ઓફિસર્સની દેખરેખ હેઠળ પૂરી કરવામાં આવી છે. તેજસની ક્ષમતા ફ્રાંસમાં બનેલી મિરાજ 200 અમે અમેરિકામાં બનેલી એક-16 અને સ્વીડનની ગ્રિપ્રેન સાથે કરવામાં આવે છે. વાયુ સેનાના અધિકારીએ જણાવ્યું છે કે દક્ષિણ વાયુ કમાનના એર ઓફિસર કમાડિંગ અન ચીફ એર માર્શલ જસબીર વાલિયની હાજરીમાં એરક્રાફ્ટ સિસ્ટમ ટેસ્ટિંગ ઇસ્ટાબલિશમેન્ટમાં એલસીઇ સ્કવાડ્રનમાં શામેલ કરવામાં આવશે. આ સમાહોરમાં તેજસ વિમાન નાની ઉડાણ પર ભરશે. પહેલાં બે વર્ષ સુધી બેંગલુરુમાં જ રહેશે ત્યારબાદ તેને તમિલનાડુના સલૂરમાં શિફ્ટ કરવામાં આવશે. હાલના સમયમાં એરફોર્સની પાસે આ સિરિઝના માત્ર 2 એરક્રાફ્ટ છે જે કમિશન માટે બિલકુલ તૈયાર છે. ત્યારે ગત 17 મેના રોજ તેજસમાં પોતાની પહેલી ઉડાણ ભરનાર એર ચીફ માર્શલ અરૂપ રાહાએ વિમાને દળમાં શામેલ કરવા યોગ્ય ગણાવ્યાં છે. વાયુસેનાએ જણાવ્યું છે કે ચાલુ નાણાકિય વર્ષમાં છ વિમાન અને આગામી નાણાકીય વર્ષમાં આઠ વિમાન શામેલ કરવાની યોજના છે.


તેજસની ખાસીયતો એ છે કે લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (એલસીએ) પ્રોગ્રામને મેનેજ કરવા માટે 1984માં એલડીએ (એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી) બનાવવામાં આવી હતી. એલસીએ દ્વારા પહેલી ઉડાણ 4 જાન્યુઆરી 2001ના રોજ ભરવામાં આવી હતી. અત્યાર સુધીમાં તે કુલ 3184 વખત ઉડાણ કરી ચૂક્યું છે. તેજસ 50 હજાર ફુટની ઉંચાઈ સુધી ઉડાણ કરી શકે છે. તેજસના વિંગ્સ 8.20 મીટર પહોળા છે. તેની લંબાઈ 13.20 મીટર અને ઉંચાઈ 4.40 મીટર છે. વજન 6560 કિલોગ્રામ છે.

You might also like