ભારતની તાકાતમાં થયો વધારો, S-400 ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ પૂર્ણ

ભારતીય વાયુસેનાએ રશિયા S-400 ડિફેન્સ સિસ્ટમનું સફળ પરિક્ષણ કરેલ છે અને હવે તે ટૂંક સમયમાં જ રશિયા તરફથી ભારતને પ્રાપ્ત થશે કે જે ભારતનાં રક્ષા ક્ષેત્રમાં ગેઇમ ચેંજર તરીકે સાબિત થશે. S-400 ડિફેન્સ સિસ્ટમ ફાઇટર એયરક્રાફ્ટ, સર્વિલંસ એયરક્રાફ્ટ, ક્રૂજ મિસાઇલ અને ડ્રોનને 400 મીટરની રેન્જમાં દુશ્મનનાં હવાઇ ક્ષેત્રમાં જ મારી નાંખવામાં સક્ષમ છે. ભારતની ઉદ્દેશ્ય હવે રશિયા પાસેથી પાંચ S-400 ડિફેન્સ સિસ્ટમ મેળવવાનો છે.

ચીને પહેલેથી જ આ પ્રકારની ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરી દીધી છે. S-400 ડિફેન્સ સિસ્ટમ મળવાથી ભારતીય યુવાસેનાની ક્ષમતામાં અનેક ગણો વધારો થશે. ભારતીય વાયુસેનાએ રશિયામાં આનું સફળ પરિક્ષણ કરેલ છે.

આ ડિફેન્સ સિસ્ટમ એક સાથે 36 મિસાઇલોને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને ભારત ચીન અને પાકિસ્તાનનાં હુમલાની સ્થિતિમાં આ સિસ્ટમનો ઉપયોગ ખૂબ જ સારી રીતે કરી શકશે. ચીને પણ રશિયા પાસેથી આ સિસ્ટમ ખરીદેલ છે. જેથી હાલમાં ચીનની આર્મી આ સિસ્ટમનો ઉપયોગ કરે છે. ભારતને પાકિસ્તાન અને ચીનનાં હુમલાઓથી વધુ ખતરો હોવાંથી S-400 વાયુ સુરક્ષા પ્રણાલી ઘણી જ કામમાં આવી શકશે.

S-400 ડિફેન્સ સિસ્ટમની ખાસિયતોઃ

– S-400 Triumf રશિયાની નવી વાયુ સુરક્ષા મિસાઇલ પ્રણાલીનો એક ભાગ છે.
– આ ડિફેન્સ સિસ્ટમથી વિમાન, ક્રૂજ અને બેલાસ્ટિક મિસાઇલો અને જમીનનાં કેટલાંક ટાર્ગેટ વિસ્તારને પણ નિશાન બનાવી શકાય છે.
– 400 કિ.મી સુધી આ મિસાઇલ એટેક કરી શકે છે. એ સિવાય અમેરિકાનાં એડવાન્સ ફાઇટર જેટ એફ-35ને પણ ખતમ કરી શકવાની કેપેસીટી આ સિસ્ટમમાં છે.
– એ સિવાય આની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની સાથે એક સાથે ત્રણ મિસાઇલથી એટેક કરી શકાય છે અને આ એક મિસાઇલ શીલ્ડ છે.

You might also like