વાયુસેનાએ ગુમ વિમાન એએન-32નાં યાત્રીઓને મૃત માન્યા

નવી દિલ્હી : ભારતીય વાયુસેનાએ ગુમ વિમાન એએન-32માં સવાર તમામ યાત્રીઓને મૃત માનવામાં આવ્યા છે. વાયુસેનાએ યાત્રીઓનાં પરિવારજનોએ આ અંગે માહિતી આપી છે. જો કે વિમાનનાં કાટમાળની શોધ હજી પણ ચલાવાઇ રહી છે. વાયુસેનાનાં વિમાને 22 જુલાઇએ ચેન્નાઇ હવાઇમથકથી પોર્ટ બ્લેયર માટે ઉડ્યન કરી હતી. સમુદ્રની ઉપર થોડો સમય ઉડ્યા બાદ અચાનક જ વિમાન ગાયબ થઇ ગયું હતું.

24 ઓગષ્ટે યાત્રીઓનાં પરિવારજનોને લખતા વાયુસેનાએ લખેલા પત્ર અનુસાર કોર્ટ ઓફ ઇન્કવાયરીએ તપાસ અને બચાવ કાર્યનાં પરિણામો અને પરિસ્થિતીઓને જોતા તે સ્વિકાર્યું કે વિમાનમાં સવાર લોકો બચ્યા હોવાની શક્યતાઓ ખુબ જ ઓછી છે. વાયુસેનાનાં સુત્રોનું કહેવું છે કે પરિવાજનોએ તમામ જરૂરી જાણકારીઓ આપવામાં આવી છે. જેથી તેઓ વિમા સહિતની પ્રક્રિયાઓ આગળ વધારી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે,વિમાન ગુમ થયા બાદથી હજી સુધી તેની ભાળ મળી નથી. વાયુસેનાં અને નૌસેના સતત વિમાનની ભાળ મેળવવાનાં પ્રયાસો કરી રહ્યા છે. અમેરિકા અને રશિયા સહિતનાં દેશોની મદદ માંગવામાં આવી છે. સેટેલાઇટ ઇમેજીસ પણ સતત સ્કેન કરવામાં આવી રહી છે. પરંતુ પ્લેન ક્યાં ગયું તેની હજી સુધી કોઇ માહિતી મળી શકી નથી.

You might also like