હું ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ સર્કિટમાં ફરીથી રમવા ઈચ્છું છું: પૂજારા

ચેન્નઈ: ભારતીય ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ નોટિંગહામશાયર વતી રમી કાઉન્ટી ક્રિકેટનો આનંદ મેળવ્યો હતો અને કહ્યું હતું કે તે ઈંગ્લેન્ડની કાઉન્ટીમાં ફરીથી રમવા ઇચ્છે છે.

ચેતેશ્વરે કહ્યું, ”ઈંગ્લેન્ડમાં મને થોડા થોડા સમયે ‘નેચર’ બદલતી પીચ પર રમવામાં ઘણો આનંદ થયો હતો. ભારતની સરખામણીએ ઈંગ્લેન્ડમાં ફાસ્ટ બૉલરને રમવામાં ઘણો અનુભવ મળે છે. હું ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટની સિઝનમાં જો તક મળશે તો ફરીથી રમવા ઇચ્છું છું.”

ભારતની ટેસ્ટ ટીમનો આધારભૂત બેટ્સમેન ગણાતા પૂજારાએ ઈંગ્લેન્ડમાં તેના પાંચ દાવમાં કુલ ૨૩૩ રન નોંધાવ્યા હતા.

પૂજારાએ ૨૦૧૬-૧૭ની ઘરઆંગણાની સિઝનમાં ૧૩ ટેસ્ટ મેચમાં ૬૨.૬૬ રનની બૅટિંગ સરેરાશ સાથે કુલ ૧,૩૧૬ રન નોંધાવ્યા હતા, જેમાં ચાર સદી અને આઠ અડધી સદીનો સમાવેશ થતો હતો. પૂજારા આ પહેલાં યોર્કશાયર અને ડર્બિશાયર કાઉન્ટી વતી પણ રમી ચૂક્યો છે.
http://sambhaavnews.com/

You might also like