ભારત મુસ્લિમો માટે સ્વર્ગ સમાન છે : મૌલાના મદની

નવી દિલ્હી : દેશમાં ચારેબાજુ અસહિષ્ણુતાનો વાયરો ચાલી રહ્યો છે. તમામ લોકો અસહિષ્ણુતા મુદ્દે સરકારને ભાંડી રહ્યા છે. તો બીજી તરફ મંગળવારે જમીયત ઉલેમા એ હિંદ મૌલાનાં મહેમૂદ મદનીએ કહ્યું કે મુસલમાનો માટે ભારતથી સારો બીજો કોઇ દેશ નથી. તેમણે આતંકવાદની વિરુદ્ધ આખા દેશમાં પ્રદર્શન કરવા માટેની જાહેરાત કરી હતી. આ દરમિયાન મદનીએ આઝમ ખાન પર પણ નિશાન સાધ્યું હતું.
મદનીએ પેરિસ હૂમલાનાં મુદ્દે આઝમ ખાનનાં વક્તવ્યને ખોટુ ઠેરવતા કહ્યું કે આ યોગ્ય નથી. આતંકવાદી હૂમલાને ક્યારે પણ યોગ્ય ન ઠેરવી શકાય. આ હૂમલાની તો કડક શબ્દોમાં નિંદા કરવામાં આવવી જોઇએ. મૌલાના મદની મુસ્લિમ સમુહનાં એક મોટા નેતા છે. મદનીની આ ટીપ્પણીનાં કારણે હાલની સરકાર જ્યારે ચારેબાજુથી ધેરાઇ ગઇ છે તેને ટેકો મળી શકે છે. સરકાર અત્યાર બૌદ્ધીકોનાં એવોર્ડ પરત કરવાનાં કારણે ચારેબાજુથી ઘેરાઇ ચુકી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પણ લેખકો સહીતનાં બૌદ્ધિકોને એવોર્ડ પરત નહી આપવા અને વાતચીત કરીને ઉકેલ લાવવાની અપીલ કરી ચુક્યા છે. જો કે હાલ વિવાદ ક્યાંય અટકવાનું નામ નથી લઇ રહ્યો છે. જેનાં કારણે સરકાર હાલ વિમાસણભરી પરિસ્થિતીમાં મુકાઇ છે. તો વિપક્ષ સતત વડાપ્રધાનને પ્રતિક્રિયા આપવા માટે દબાણ કરી રહ્યો છે.

You might also like