મારી દરેક ફિલ્મ માટે મેં મહેનત કરીઃ રણદીપ હુડા

મુંબઇઃ અભિનેતા રણદીપ હુડા છેલ્લા થોડાક સમયથી ખૂબ જ વ્યસ્ત દેખાય છે. તેની એક પછી એક ફિલ્મો અાવી રહી છે, તેમાંથી કેટલીક સફળ તો કેટલીક નિષ્ફળ જાય છે. હાલમાં તે ‘સરબ‌િજત’ ફિલ્મને લઈને ખૂબ જ ચર્ચામાં છે. અા ફિલ્મ માટે તેણે પોતાનું ૧૮ કિલો વજન ઘટાડ્યું છે. અા ઉપરાંત ફિલ્મ ‘લાલ રંગ’ પણ ખાસ્સી ચ‌િર્ચત રહી, કેમ કે તેમાં પોતાની માતૃભાષા હરિયાણવી બોલી હતી. તે કહે છે કે અત્યાર સુધીની મારી સફર સારી અને ખરાબ, મિક્સ રહી, કેમ કે કેટલીક વાર મેં સારી પસંદગી કરી તો કેટલીક વાર ભૂલો પણ કરી, જોકે હું ખુશ છું કે હું સારી ફિલ્મો કરી રહ્યો છું. સત્ય ઘટનાઅો પર અાધારિત ફિલ્મો હું વધુ કરું છું. મને ‘ડી’ અને ‘રિશ્ક’ જેવી ફિલ્મો વધુ પસંદ છે.
‘સરબ‌િજત’ માટે રણદીપે ખૂબ જ મહેનત કરી છે. તે કહે છે કે ફક્ત અા ફિલ્મ માટે જ નહીં, પરંતુ મેં મારી દરેક ફિલ્મો માટે મહેનત કરી છે. ભલે હું ગેંગસ્ટર બન્યો હોઉ, ડોન કે પછી રાજા રવિ વર્મા જેવો પેઈન્ટર. સરબ‌િજતના પાત્ર માટે વજન ઘટાડવાની જરૂર હતી તો મેં તે પણ કર્યું. રણદીપ બીબા બોઈઝ નામની એક ક્રાઈમ થ્રિલર હોલિવૂડની ફિલ્મ કરી રહ્યો છે. તેની ડિરેક્ટર દીપા મહેતા છે. ‘સરબ‌િજત’ ઉપરાંત રણદીપ ‘દો લબ્ઝોં કી કહાની’ અને સલમાન સાથે ‘સુલતાન’ ફિલ્મમાં પણ જોવા મળશે.

You might also like