મોદીને કઇ રીતે આપવો જવાબ તે હવે શરીફને અમે શીખવશું : ઇમરાન

લાહોર : બુધવારે મોડી રાત્રે નિયંત્રણ રેખા પાર કરીને ગુલામ કાશ્મીરમાં ભારતીય સેનાની તરફથી થયેલી કાર્યવાહીમાં બે પાકિસ્તાની સૈનિકોનાં પણ મોત થયા બાદ પાકિસ્તાન તહરીક એ ઇન્સાફનાં ચેરપર્સન ઇમરાન ખાને કહ્યું કે તે રાયવિંડ માર્ચમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબ આપશે.

પાકિસ્તાની મીડિયા અનુસાર ગુરૂવારે પત્રકારોને ઇમરાને જણાવ્યું કે પહેલા મને નવાઝ શરીફને સંદેશ આપવો હતો કે કાલે હું વડાપ્રધાનને સંદેશ આપીશું. તેમણે આગળ કહ્યું કે એલઓસીની ઘટના છતા પણ તેઓ પહેલાથી નક્કી માર્ચ કરશે. મોદીને તેઓ આકરો જવાબ પણ આપશે.

ઇમરાને કહ્યું કે શુક્રવારે માર્ચમાં આખા પાકિસ્તાનમાંથી લોકો આવીને પોતાની એકતા પ્રદર્શીત કરશે. તેમણે કહ્યું કેહું નવાઝ શરીફને દેખાડીશ કે કઇ રીતે મોદીને જવાબ આપવો જોઇએ. ઇમરાને વડાપ્રધાન નવાઝ શરીફને દેશ ચલાવવા માટે અક્ષમ ગણાવ્યા હતા અને કહ્યું કે જનરલ રાહિલ શરીફ જ રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

You might also like