હું તમને પગાર-અન્ય રકમ ચૂકવી શકીશ નહીંઃ કર્મચારીઓને મેહુલ ચોક્સીનો પત્ર

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ના મહાકૌભાંડના આરોપી અને હીરાના વેપારી મેહુલ ચોક્સીએ પોતાના કર્મચારીઓને એક પત્ર લખ્યો છે. ૨૩ ફેબ્રુઆરીના રોજ લખવામાં આવેલા આ પત્રમાં મેહુલ ચોક્સીએ જણાવ્યું છે કે મારા પર ખોટા આક્ષેપો કરીને ભય અને અન્યાયનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. આથી તેમણે પત્રમાં પોતાના કર્મચારીઓની બાકી નીકળતી રકમ અને નાણાં ચૂકવવામાં અસમર્થતા વ્યક્ત કરી છે.

મેહુલ ચોક્સીએ પોતાના કર્મચારીઓને લખેલા પત્રમાં એવો દાવો કર્યો છે કે મારી વિરુદ્ધ કરવામાં આવેલા તમામ આરોપો જુઠા છે. તપાસ અને સરકારી એજન્સીઓએ કામ રોકીને નરક જેવો માહોલ પેદા કર્યો છે. આ સંજોગોમાં મને મારી નિર્દોષતા સાબિત કરતાં સમય લાગશે.

મેહુલ ચોક્સીએ વધુમાં લખાવ્યું છે કે સરકાર અને તપાસ એજન્સીઓ દ્વારા મારાં બેન્ક ખાતાંઓ અને સંપત્તિઓ સીલ કરી દેવામાં આવતાં હવે હું ભવિષ્યમાં કર્મચારીઓને તેમનાં પગાર અને તેમની બાકી નીકળતી રકમ ચૂકવી નહીં શકું.

આ સંજોગોમાં હું કર્મચારીઓને પગારો, વીજળી બિલ અને ઓફિસના મેન્ટેનન્સ ખર્ચની ચૂકવણી કરી શકીશ કે કેમ તે અનિશ્ચિત છે. જોકે તેમણે એવું લખ્યું છે કે બાકી નીકળતી રકમ કર્મચારીઓને કંપની દ્વારા આપવામાં આવે ત્યાં સુધી કર્મચારીઓ કંપનીનાં લેપટોપ અને મોબાઈલ ફોન પોતાની સાથે રાખી શકે છે.

મેહુલ ચોક્સીએ પોતાના પત્રમાં કર્મચારીઓને લખ્યું છે કે ભારતમાં મારી તમામ કામગીરી ઠપ થઈ ગઈ છે. તમારી પાસે સોનેરી ભવિષ્ય છે. જ્યારે મારા અનિશ્ચિત ભવિષ્ય માટે તમને પ્રતીક્ષાની કતારમાં રાખવા માટે યોગ્ય નથી. હું મારા ભાગ્યનો સામનો કરીશ. મેં કાંઈ ખોટું કર્યું નથી અને સત્ય ચોક્કસ બહાર આવશે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 week ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 week ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 week ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 week ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 week ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago