અાઈટમ સોંગ કરતી રહીશઃ કરીના

પોતાના સૌંદર્ય અને અભિનયથી કરોડો લોકોને દીવાના બનાવી ચૂકેલી કરીના કપૂરનું અાકર્ષણ લગ્ન બાદ પણ જળવાયેલું છે. ‘સિંઘમ રિટર્ન્સ’ અને ‘બજરંગી ભાઈજાન’ની સુપર સક્સેસ બાદ કરીનાના સિતારા ફરી ચમકી ઊઠ્યા છે. તેણેે બોલિવૂડમાં જબરદસ્ત કમબેક કર્યું.

લગ્ન બાદ ઘરે બેસવાના વિચારો કરનારી વ્યક્તિઅોને કરીનાઅે જબરદસ્ત જવાબ અાપી દીધો છે. કરીનાઅે ૨૦૦૫માં પ્રદર્શિત ‘ક્યોં‌િક’ ફિલ્મમાં મેન્ટલ હોસ્પિટલના ડોક્ટરનો રોલ કર્યો હતો. ત્યારબાદ અા‌િમર ખાન સ્ટારર ‘થ્રી ઇડિયટ્સ’માં પણ તે ડોક્ટરના રોલમાં હતી. તાજેતરમાં ‘ઊડતા પંજાબ’માં કરીનાઅે ત્રીજી વાર એક ડોક્ટરનો રોલ ભજવ્યો.

ગયા વર્ષે ‘બ્રધર્સ’ ફિલ્મમાં કરીનાઅે ‘મેરા નામ મેરી’ અાઈટમ સોંગ કર્યું. અા ગીતમાં તેણે મિત્ર કરણ જોહર માટે કામ કર્યું. તે કહે છે કે કરણે મને જે અોફર કરી તેનો હું ઇન્કાર કરી શકું તેમ નહોતી. જો લોકોને તે સોંગ ગમ્યું નથી તો પણ મને બહુ ફરક પડતો નથી.

મને જ્યારે અાઈટમ સોંગની અોફર અાવશે ત્યારે હું તે કરવા તૈયાર છું. હું હંમેશાં અાઈટમ સોંગ કરતી રહીશ, કેમ કે મને તે ગમે છે. ‘સિંઘમ રિટર્ન્સ’ અને ‘બજરંગી ભાઈજાન’ જેવી ફિલ્મો કરીનાની કરિયર માટે સંજીવની સાબિત થઈ. તે કહે છે કે અા ફિલ્મોની સફળતા અને કલેક્શને નવા રેકોર્ડ બનાવ્યા. અા સફળતામાં  હું ભાગીદાર બની તેની મને ખુશી છે. •

You might also like