વિશાખાપટ્ટનમ : વિરાટ કોહલી અપેક્ષાઓના દબાણનો આનંદ ઉઠાવી રહ્યા છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે તે ત્રણ વર્ષ બાદ જ ગણત્રી કરશે કે તેના માટે કેપ્ટન્સી કેટલી ભાર સાબિત થઇ રહી છે. કોહલીએ બીજી ક્રિકેટ ટેસ્ટમાં ઇંગલેન્ડ પર 246 રનની જીત બાદ કહ્યુ કે, કદાચ ત્રણથી ચાર વર્ષ પછી ગણત્રી કરી શકીશ કે હું કેપ્ટન્સીને કેટલો ભાર અનુભવી રહ્યો છું, પરંતુ હાલ બધુ યોગ્ય છે અને મને કોઇ પરેશાની નથી.
ભારતીય ટેસ્ટ કેપ્ટન હાલનાં કેલેન્ડર વર્ષમાં તમામ આંતરરાષ્ટ્રીય મેચોમાં 2277 રન બનાવ્યા છે. આ મુદ્દે તે ઇંગલેન્ડના જો રૂટ (2285) રનથી સહેજ પાછળ છે. તેમણે કહ્યું કે, જ્યારે તમે બેટિંગ માટે જાવ છો ત્યારે પોતાની જાતને કેપ્ટનથી અલગ રાખવી મુશ્કેલ હોય છે. ખાસ કરીને ત્યારે જ્યારે પાંચ બેટ્સમેન સાથે તમે રમી રહ્યા હો. બેશક જવાબદારી ઘણી વધી જાય છે, સાથે સાથે હવામાં રમવાની આદત છોડી દેવી પડે છે. નિશંક રીતે જવાબદારીઓ વધી જાય છે, પરંતુ સાથે સાથે મને બોલને હવામાં રમતા અટકાવે છે, જે સંભવત ટેસ્ટ ક્રિકેટમાં રમવાનું પસંદ કરતા હોય.
કોહલીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેને પોતાના પારંપરિક શોટ પર ભરોસો છે અને આ જ કારણ છે કે જ્યારે તે હવામાં શોટ નહી રમતો તો તેને કોઇ તકલીફ નથી થતી. ધોનીની આગેવાનીમાં રહેલી સીમિત ઓવરફોર્મેટ સંદર્ભે કોહલીએ કહ્યું કે તે સરળ હોય છે કારણ કે તેમાં વિચારવાનું કે લાગુ કરવાનું નથી હોતું. અન્ય ફોર્મેટમાં રમવું માનસિક રીતે સરળ હોય છે, બેશક મેદાન પર સલાહ આપવાની હોય છે પરંતુ તે જરૂરી નહી કે તમે નિર્ણ કરો, તમારે માત્ર સલાહ આપવાની હોય છે.