મારી દીકરીને માતા મળવી જોઈઅે, અભિનેત્રી નહીંઃ રાની

પુત્રી અાદિરાના જન્મના કારણે લગભગ ચાર વર્ષ સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલી રાની મુખરજીઅે ‘હીંચકી’ દ્વારા ફરી એક વાર પડદા પર કમબેક કર્યું, જોકે તે સતત સોલો ફિલ્મ કરવા ઇચ્છતી નથી. તે કહે છે કે મને કોઈ સારું પાત્ર મળશે અથવા તો કોઈ સારી લવસ્ટોરીવાળી ફિલ્મ મળશે તો હું તે ફિલ્મ જરૂર કરીશ.

હું ‌સ્ક્રિપ્ટને ખૂબ જ ધ્યાનથી વાંચું છું અને જે પણ ‌સ્ક્રિપ્ટમાં મને હ્યુમન કનેક્ટ જોવા મળે હું તેને કરી લઉં છું. હું એમ પણ વિચારતી નથી કે ફિલ્મ મારા ખભા પર છે કે અન્ય કોઈના ખભા પર. મને અે વાતથી કોઈ ફરક પડતો નથી. મારા માટે માત્ર સારી ફિલ્મ હોવી જોઈઅે અને ઇમોશનલી કનેક્ટ કરનારી ફિલ્મ હોવી જોઈઅે. જો અામ હોય તો મને ફિલ્મ કરવામાં કોઈ વાંધો નથી.

અાજકાલ તમામ સ્ટાર સોશિયલ મીડિયા પર પોતાના ફ્રેન્સ સાથે વાત કરતા રહે છે, પરંતુ રાની હજુ તેનાથી દૂર છે. તે કહે છે કે મેં હંમેશાં મારી લાઈફને મારા કામની દુનિયાથી અલગ રાખી છે અને એ ખૂબ જ જરૂરી પણ હોય છે, કેમ કે એક કલાકાર તરીકે અમને લોકોનો એટલો પ્રેમ મળે છે કે અમે તેનાથી દૂર જઈને એક નોર્મલ લાઈફ જીવવા ઇચ્છતાં હોઈઅે છીઅે. હજુ તો મારો ઘરસંસાર શરૂ થયો છે. મારે મારી પુત્રીને ઉછેરીને મોટી કરવાની છે, જે રીતે મારાં માતા-પિતાઅે મને મોટી કરી છે. તેથી ખૂબ જ જરૂરી છે કે જ્યારે હું કામ પૂરું કરીને ઘરે જાઉં ત્યારે મારી દીકરીને અેક માતા મળે, એક અભિનેત્રી નહીં. મારા પતિને પણ એક પત્ની મળે, રાની મુખરજી નહીં. જો હું સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહીશ તો મારી બાકીની જિંદગી તેમાં નીકળી જશે. અા ગ્લેમરસ લાઈફ તમને પાગલ પણ કરી શકે છે. તમને ફ્રેન્સનો ક્યારેક પ્રેમ મળે છે તો ક્યારેક લાત પણ મળી શકે છે. તેથી તમારા માટે બધું જ બેલેન્સ કરવું જરૂરી હોય છે.

You might also like