બોલિવૂડમાં ફરીથી સક્રિય થઈ રહી છે નેહા ધૂપિયા

728_90

નેહા ધૂપિયા એક એવી અભિનેત્રી છે, જે એક સમય પર ઘણાં બધાં કામ કરી શકવામાં માહેર છે. થોડા સમય પહેલાં તે ‘હિંદી મીડિયમ’ અને ‘કરીબ કરીબ સિંગલ’ જેવી ફિલ્મમાં જોવા મળી હતી. આ બંને ફિલ્મોમાં જિંદગી સાથે જોડાયેલી કહાણીઓ હતી અને તેને હળવા ઢંગથી આધુનિક સમયની વાસ્તવિકતા સાથે દર્શાવાઇ હતી.

તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘તુમ્હારી સુલુ’ પણ કંઇક એવી જ હતી. આ ફિલ્મમાં વિદ્યા બાલનની બોસ મારિયાનું પાત્ર ભજવ્યું હતું. નેહાનું માનવું છે કે આ ફિલ્મ પણ એક સામાન્ય મહિલાની કહાણીની જેમ છે. આપણે હંમેશાં મહિલા સશક્તીકરણની વાતો કરીએ છીએ, પરંતુ એવું થઇ શકતું નથી. હાલમાં ‘તુમ્હારી સુલુ’ ફિલ્મમાં આ જ બાબત દર્શાવાઇ છે.

નેહાને ‘તુમ્હારી સુલુ’માં ભજવેલું પાત્ર ખૂબ જ ગમ્યું. નેહા એમ પણ કહે છે કે સુરેશ ત્રિવેણી જેવા નવા અને પુરુષ ડિરેક્ટર દ્વારા કોઇ મહિલા અંગે આટલી શાનદાર કહાણી લખાઇ તે ખરેખર સારી બાબત છે. નેહાને દરેક વખતે ફિલ્મોમાં દેખાતાં રહેવું પસંદ નથી. તે કહે છે કે કહાણીમાં મારા પાત્રનું મારા માટે સૌથી વધુ મહત્ત્વ છે. મારા માટે સ્ક્રિપ્ટ જ છે, જેનું મહત્ત્વ છે. હું શાનદાર કહાણીઓ પર બનનારી કહાણીનો ભાગ છું. અત્યાર સુધી મેં જે કામ કર્યું તેના પર હું વધુ પડતો ગર્વ ન કરી શકું. મારે હજુ આગળ વધવું છે.

You might also like
728_90