શિવપાલ વિરુદ્ધ પાર્ટીમાં મોટું ષડયંત્ર: મુલાયમ

લખનઉ: સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવે કેબિનેટ મંત્રી શિવપાલ યાદવના રાજીનામાનાં સમાચારો પર વિરામ લગાવી દીધું છે. તેમણે કહ્યું કે, ‘ પાર્ટીમાં શિવરાજ વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. કેટલાક લોકો તેમની પાછળ પડ્યા છે. મે તેમણે રાજીનામું આપતાં રોકી લીધા છે, જો તે પાર્ટી છોડી દેશે તો મુશ્કેલી પડી જશે. મુલાયમે કડક શબ્દોમાં કહ્યું કે અખિલેશના મંત્રી પાર્ટી પર બોજ છે. જો હું ઊભો થઇશ તો બધા ભાગી જશે.

શિવપાલે ઓફિસરો પર પણ મનમાની કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ઘણા એવા ઓફિસરો છે, જે વાતને સાંભલથા નથી. નેતાજીએ પાર્ટીને ઘણા સંઘર્ષ પછી ઊભઈ કરી છે. પરંતુ ાજે કેટલાક લોકો પાર્ટીને નબળી કહી રહ્યા છે.

શિવપાલ યાદવે કહ્યું કે જનતાનું કામ થઇ રહ્યું નથી. જમીનો પર કબ્જો કરનાર પદાધિકારીઓના કારણ પાર્ટી બદનામ થઇ રહી છે. તેવા લોકોને બહાર નિકળવાનો રસ્તો દેખાડીશું. આ ઉપરાંત વધુમાં તેઓએ કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીના જે લોકોએ ખઓટી રીતે જમીનો પર કબ્જો કર્યો છે, સરકાર 15 દિવસમાં અભિયાન ચલાવીને તેને ખાલી કરાવશે.

You might also like