હજુ પણ લોકોનો પ્રેમ મળી રહ્યો છેઃ માધુરી

ઇન્ડસ્ટ્રીની ઉત્કૃષ્ટ ડાન્સર માધુરી દીક્ષિતની નૃત્ય પ્રતિભા ખરેખર અજોડ છે. ફિલ્મોમાં તેની સક્રિયતા જરૂર ઘટી છે, પરંતુ નાના પડદા પર ડાન્સ રિયાલિટી શોના જજ તરીકે તેની સક્રિયતા હંમેશાં જળવાયેલી રહી છે. ૩૨ વર્ષની કાર‌િકર્દી માટે હજુ સુધી બધાંની ફેવરિટ છે. તે કહે છે કે ઇન્ડસ્ટ્રીમાં મારી અત્યાર સુધીની સફર રોચક રહી. મને અા દરમિયાન લાગ્યું કે લોકોનો ખૂબ જ પ્રેમ મળ્યો અને હજુ પણ મળી રહ્યો છે. અે મારું સૌભાગ્ય છે કે મેં શાનદાર ડિરેક્ટરો સાથે કામ કર્યું. મેં મારા કામનો અાનંદ ઉઠાવ્યો. એવું કહેવાય છે કે જિંદગીમાં કંઈક મેળવવા માટે કોઈક વસ્તુનો ત્યાગ કરવો પડે છે.

શું માધુરી દીક્ષિતે સ્ટારડમ મેળવવા માટે કંઈ ગુમાવ્યું. અા અંગે વાત કરતાં તે કહે છે કે મેં ૧૬ વર્ષની ઉંમરમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું, જ્યારે મને ‘તેજાબ’ ફિલ્મ મળી. ત્યારબાદ મેં પાછું વળીને જોયું નથી. મેં માત્ર મારું કામ કર્યું છે. હું એવું કંઈક કરી રહી હતી, જેને હું પ્રેમ કરતી હતી. તેથી મને કોઈ ફરિયાદ ન હતી. હું રોજ સવારે વધુ ને વધુ જોશ સાથે ઊઠતી હતી. કેટલા લોકો અામ કરે છે અને પોતાનામાં રહેલા ટેલેન્ટને નિખારે છે, કદાચ એટલે જ હું લકી છું.

ઇન્ડસ્ટ્રીમાં અાજના કલાકારો અંગે વાત કરતાં માધુરી કહે છે કે અાજે ઘણા બધા કલાકારો છે, જે ખરેખર સારું કામ કરી રહ્યા છે. દરેક એક્ટર એક્ટ્રેસની પર્સનાલિટી જાતે જ બને છે. ઘણા બધા કલાકારો સારી ફિલ્મો કરી રહ્યા છે અને તેમની ફિલ્મો બોક્સ અોફિસ પર સારો બિઝનેસ પણ કરી રહી છે. મને ખુશી છે કે નવા નવા કલાકારોમાં પણ સારું એવું ટેલેન્ટ છે. કેટલાક કલાકારો ખરેખર કાબિલે દાદ છે.

You might also like