રિટાયરમેન્ટ ક્યારે પણ નહીં લઉઃ કરીના

બોલીવુડમાં હાલ ટોચની અભિનેત્રીઓમાં પોતાનું સ્થાન જમાવનાર કરીના કપૂર ખાન તેની આગામી ફિલ્મ “કી એન્ડ કા”ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે પ્રમોશન ઇવેન્ટમાં, “તે જીવશે ત્યાં સુધી કામ કરતી રહેશે..” તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. એટલે કે તે આ જીવન કામ કરવા માંગે છે અને ક્યારે પણ રિટાયરમેન્ટ લેવા નથી માંગતી. “કી એન્ડ કા” ફિલ્મમાં કરીના એક એવી મહિલાનો કિરદાર નિભાવી રહી છે કે જે વર્કિંગ છે અને પૈસા કમાઇને પોતાના પતિને આપે છે. જ્યારે તેનો પતિ ઘર સંભાળે છે. કરીનાના પતિના રોલમાં અર્જૂન કપૂર છે. પ્રમોશન ઇવેન્ટમાં કરીનેએ જણાવ્યું હતું કે, “હું જ્યારે એકલી હતી ત્યારે પણ કમાતી હતી. હવે મારા લગ્ન થઇ ગયા છે અને હું કોઇની પત્ની છું તેમ છતાં પણ કામ કરૂ છું અને પૈસા કમાઉં છું. જેમાં મારા પતિ મને સહકાર આપી રહ્યા છે. કાલે હું એક માતા પણ બની જઇ તો પણ હું કામ તો કરીશ જ અને તેમાં પણ મારા પતિ ચોક્કસથી મારો સાથ આપશે. મારે ક્યારે પણ રિટાયરમેન્ટ લાઇફ નથી જીવવી જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી કામ કરીશ.”

You might also like