યેદિયુરપ્પાવાળા નિવેદન પર અમિત શાહે કહ્યું, મારાથી ભૂલ થઇ શકે છે પરંતુ કર્ણાટકના લોકો ભૂલ નહીં કરે

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકારણમાં ગરમાવા જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ પ્રચારને લઇને કોઇ કમી રાખવામાં માગતી નથી. જેને લઇને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ કર્ણાટકના પ્રવાસે છે. જ્યાં તેઓ જાગૃતિ યાત્રા કરી રહ્યાં છે.

જાગૃતિ યાત્રા હેઠળ મૈસૂર, ચામરાજનગર, માંડયા અને રામાનગરમાં લોકો સાથે મુલાકાત કરશે. પોતાના પ્રવાસને લઇને અમિત શાહ આજે મૈસૂરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમને મીડિયા સાથે વાત કરતાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે જણાવ્યું કે કર્ણાટકમાં ભાજપ અને આરએસએસના કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી. 24 લોકોની હત્યા કરવામાં આવી છતાં પોલીસે કોઇ ઠોસ કદમ ઉઠાવ્યો નથી.

અમિત શાહે જણાવ્યું કે કર્ણાટકમાં હત્યારાઓ ખુલ્લેઆમ ફરી રહ્યાં છો. અમિત શાહે સિદ્ધારમૈયાની સરકારનો અંત નજીક આવી ગયો. જો કર્ણાટકમાં ભાજપની સરકાર બનશે તો અમે આરોપી પર કડક કાર્યવાહી કરવામાં આવશે. એક રેલી દરમિયાન થયેલી ભૂલની ઘટના અંગે અમિત શાહે જણાવ્યું કે મેં ભૂલથી સિદ્ધારમૈયાની સરકારની જગ્યા એ યેદિયુરપ્પા સરકારને ભ્રષ્ટાચારી કહી દેતા કોંગ્રેસ પાર્ટી ઉત્સવ મનાવા લાગી. હું કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીને કહેવા માગુ છું કે મારાથી ભૂલ થઇ શકે છે પરંતુ કર્ણાટકના લોકો ભૂલ નહીં કરે.

અમિત શાહે લિંગાયત સમુદાયના પ્રમુખ ધાર્મિક સ્થળ સુતૂર મઠની મુલાકાત પણ લીધી હતી. તે સિવાય અમિત શાહે મૈસૂરના પૂર્વ શાસક પરિવારની મુલાકાત પણ કરી હતી.

You might also like