હું વિક્ટિમ નહીં, સોફ્ટ ટાર્ગેટ છુંઃ સની લિયોન

સની લિયોન હંમેશાં કોઇ ને કોઇ કોન્ટ્રોવર્સીમાં ઘસડાઈ જાય છે, પરંતુ તે ખુદને પીડિતા નહીં, સોફ્ટ ટાર્ગેટ માને છે. પૂર્વમાં તેના ડાન્સ શોને રદ કરાય છે અને કોઇ નેતા પણ તેની વિરુદ્ધ બોલે છે. આવા સંજોગોમાં તે ખુદને પીડિતા માનતી નથી. સની કહે છે કે હું કોઇ વિક્ટિમ નથી. બની શકે છે કે હું તેમના માટે સોફ્ટ ટાર્ગેટ હોઉંં.

મારું માનવું છે કે લોકોને પોતાની વાત કહેવાનો હક હોવો જોઇએ. જ્યારે પણ તે કહેવા ઇચ્છે ત્યારે અને જ્યાં પણ કહેવા ઇચ્છે ત્યાં તેઓ કહી શકવા જોઇએ. તે વાત સાચી છે કે ખોટી તે તેમની પસંદગી છે. મોટા ભાગની બાબતોમાં એવી વાતોને નજરઅંદાજ કરવામાં આવે છે, જોકે ક્યારેક આવી વાતો પરેશાન કરતી હોય છે. મને દુઃખ નથી થતું, પરંતુ ગુસ્સો આવે છે.

તાજેતરમાં તેની બાયોગ્રાફિકલ વેબ સિરીઝ ‘કરનજિત કૌરઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોન’ લોન્ચ થઇ છે. ખાસ વાત એ છે કે તેમાં તેણે જાતે એક્ટિંગ કરી છે. બોલિવૂડમાં અત્યાર સુધી પોતાની કરિયરથી કેટલી સંતુષ્ટ છે એ મુદ્દે તે કહે છે કે ઘણાં પ્રોડક્શન હાઉસે મારા પર ભરોસો કર્યો અને મોટા મોટા હીરો મારી સાથે કામ કરવા તૈયાર થયા.

ત્યારબાદ મારો આત્મવિશ્વાસ વધ્યો છે. જ્યારે હું જોઉંં છું કે ઘણી બધી અત્યંત સુંદર છોકરીઓ અહીં કામ કરવા તડપતી હોય છે છતાં પણ તેમને કામ મળતું નથી હોતું ત્યારે મને લાગે છે કે હું ખૂબ જ લકી છું. મુંબઇ મને હવે ઘર જેવું લાગે છે. હું અમેરિકા માત્ર રજાઓમાં જ જાઉંં છું.

બોલિવૂડમાં મારું લક ચાલી ન શક્યું, પરંતુ મારા માટે એક પછી એક દિશાઓ ખૂલતી જાય છે. હું નાના પરદાનો શો ‘સ્પ્લિટ્સ વિલા’ હોસ્ટ કરી રહી છું. સાથે-સાથે કેટલાક અન્ય શો પણ મારી પાસે છે. સાઉથની એક ફિલ્મમાં પણ હું વીરાંગનાનો લીડ રોલ કરી રહી છું. •

You might also like