હું મોબાઈલ એડિક્ટ નથીઃ અદા શર્મા

બોલિવૂડ અભિનેત્રી અદા શર્મા અહીં એટલી ચાલી નથી, પરંતુ હવે તે વેબ સિરીઝ તરફ વળી છે. વેબ કન્ટેન્ટમાં આ તેનું ડેબ્યૂ છે. તે કહે છે કે મને કહાણી દિલચસ્પ લાગી. તેથી મેં વેબ સિરીઝ માટે હા કહી. આજની યુવા પેઢી માટે ડિપ્રેશન સૌથી મોટી સમસ્યા છે. ૧૦માંથી સાત બાળકો ડિપ્રેશનથી પરેશાન છે. તેમને ક્યાંય સુધી એ જાણ પણ થતી નથી કે આટલું ડિપ્રેશન તેમનામાં આવ્યું ક્યાંથી અને શા માટે?

અદાને ક્યારેય ડિપ્રેશને પરેશાન કરી નથી. તે કહે છે કે મારા દિલની દરેક વાત મારાં માતા-પિતા જાણતાં હતાં. હું આઉટડોર શૂટિંગ પર પણ જઉં તોય માતા સાથે વીડિયો કોલ પર ખૂબ જ વાતો કરતી. અમારી વચ્ચે ટ્રાન્સપરન્ટ સંબંધો રહ્યા, જોકે એ વાત અફસોસની છે કે હવે પરિવાર વચ્ચે મોબાઇલે એક મહત્ત્વનું સ્થાન લઇ લીધું છે.

અદા કહે છે કે હું મારા મોબાઇલને ખૂબ જ પ્રેમ કરું છું, પરંતુ જો મોબાઇલ મારી સાથે ન હોય તો હું બેકાબૂ બનતી નથી. આજકાલ બધાં કામ ફોન પર થઇ જાય છે. મારી માતા બે મહિના માટે કુંભમેળામાં ગઇ હતી. હું તેને બધું જ પૂછીને કરતી હતી. ખાવાનું કેવી રીતે બનાઉ, દાલમાં તડકો કેવી રીતે લગાઉ.

કુંભમેળામાં બેઠાં બેઠાં ફોન દ્વારા મારી માતાએ અમારું ઘર ચલાવ્યું. અદા શર્માની ‘કમાન્ડો-૩’ ફિલ્મ આવી રહી છે. તે કહે છે ‘કમાન્ડો’ મારી ડ્રીમ ફિલ્મ છે. તે કહે છે ‘કમાન્ડો’ અને ‘૧૯૨૦’એ મને ઓળખ અપાવી હતી. ‘કમાન્ડો’માં ભાવના રેડ્ડીનું પાત્ર ખૂબ જાણીતું થયું હતું, તેમાં મને ટેલેન્ટ બતાવવાનો પણ મોકો મળ્યો.

You might also like