છોકરીનો હાથ પકડી I LOVE YOU કહેવું રોમિયોને પડશે ભારે

હવે કોઇ છોકરીને રસ્તા પર હાથ પકડીને I LOVE YOU કહેવું રોમિયોને ભારે પડી શકે છે. આમ કરવાથી રોમિયોને એક વર્ષની સજા પણ થઇ શકે છે. વાત કોઇ વિદેશની નહીં પરંતુ ભારતની જ છે. જી હા POCSO(પ્રોટેક્શન ઓફ ચિલ્ડરન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ) એક્ટ કોર્ટે તાજેતરમાં ચુકાદો આપ્યો છે કે આ રીતે પબ્લિકમાં છોકરીને આઈ લવ યુ કહેવું પણ ગુનો કહેવાશે. જેના માટે રોમિયોને સજા પણ થઇ શકે છે. વાત છે વર્ષ 2015ની જ્યાં એક રોમિયોને એક 16 વર્ષની ટીનેજ ગર્લને આ રીતે પ્રપોઝ કરવા પર એક વર્ષની સજા ફટકારી છે. જી હા આ કેસમાં 22 વર્ષીય યુવકને એક વર્ષની સજા સંભળાવતા કોર્ટે આ સ્ટેટમેન્ટ આપ્યુ છે.

આકાશ પર આરોપ હતો કે, 6 ઓક્ટોબર, 2015ના રોજ જ્યારે તે ટીનેજ ગર્લ અને તેની ફ્રેન્ડ કોલેજથી પાછા ફરી રહ્યા હતા ત્યારે આકાશે પહેલા તેના પર કમેન્ટ કરી અને પછી એકાએક તેનો હાથ પકડી લીધો અને તેને આઈ લવ યુ કહ્યું. પીડિત છોકરીએ કોર્ટને જણાવ્યું કે આ ઘટના પછી તે અને તેની ફ્રેન્ડ દોડીને પોતાના ઘરે જતા રહ્યા હતા અને આખી ઘટનાનું વર્ણન તેની માતા સમક્ષ કર્યું હતુ. આકાશ ખડસે નજીકના જ વિસ્તારમાં રહેતો હોવાથી પીડિત છોકરી અને તેની માતા તેના ઘરે પહોંચ્યા હતા. આ સમયે આકાશના પરિવારે તેમની વાત સાંભળી નહોતી અને આકાશના ડરથી પીડિતા 2-3 દિવસ સુધી કોલેજ-ટ્યુશન નહોતી જઈ શકી. પોતાની દીકરીનો આ ડર જોઈને તેની માતાએ આખરે FIR નોંધાવી હતી.

http://sambhaavnews.com/

You might also like