“કોંગ્રેસ ગુજરાતમાં અશાંતિ ઉભી કરે છે, ગુજરાતનાં વિકાસમાં પરપ્રાંતિયો પણ ભાગીદાર”: આઇ.કે જાડેજા

728_90

રાજકોટઃ રાજ્યનાં સાબરકાંઠા જિલ્લામાં બાળકી પર થયેલ અત્યાચારનાં બનાવ બાદ સમગ્ર રાજ્યમાં તેનાં પડઘા પડેલા સ્પષ્ટપણે જોવાં મળી રહ્યાં છે. ત્યારે પરપ્રાંતીય કામદારોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યાં હોવાની પણ કેટલીક ઘટનાઓ સામે આવી છે. જ્યાર બાદ પોલીસ હરકતમાં આવી ગઇ છે.

જો કે પોલીસ હરકતમાં આવી ગઇ હોવા છતાં પણ પરપ્રાંતીયો ડરનો સતત સામનો કરી રહ્યાં છે. ત્યારે ગુજરાત ભાજપનાં ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજાએ આ મામલે નિવેદન આપ્યું હતું. આઇ. કે. જાડેજાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા નિવેદન આપતાં કહ્યું કે,”ગુજરાત શાંતિ ઇચ્છે છે. કોંગ્રેસ આ ઘટના દ્વારા અશાંતિ ઉભી કરી રહી છે. પરપ્રાંતિયો પર જ્યાં હુમલો થાય તે ઘટનાને ભાજપ વખોડે છે.”

વધુમાં તેઓએ એમ પણ કહ્યું કે,”ગુજરાતનાં વિકાસમાં જ દરેકનું હીત છે. અન્ય રાજ્યોનાં લોકોની પણ વિકાસમાં મહત્વની કામગીરી છે. કોંગ્રેસ માત્ર અશાંતિ ઉભી થાય તેવું ઇચ્છે છે. હિંમતનગરની ઘટનામાં આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી થઇ રહી છે. રાજ્ય સરકાર તમામ ગુનેગારો પર કાર્યવાહી કરી રહી છે. ગુજરાતનાં વિકાસમાં પરપ્રાંતિય લોકો પણ ભાગીદાર છે. કોઇ પરપ્રાંતિયોએ ગુજરાત છોડવું જોઇએ નહીં.”

You might also like
728_90