હાર્દિક પટેલ કોના? કોંગ્રેસ, આપ, નીતીશ કે…

ગાંધીનગર: ગુજરાત ભાજપના સિનિયર નેતા અને પ્રદેશ ઉપપ્રમુખ અાઈ. કે. જાડેજાએ કરેલા ટ્વિટના કારણે વિવાદનો મધપૂડો છંછેડાતાં તેના ભારે રાજકીય પડઘા પડ્યા હતા અને ભાજપમાં હલચલ મચી જવા પામી હતી. ગઈ કાલના ટ્વિટ બાદ જાડેજાએ અાજે નવું એક ટ્વિટ કર્યું હતું, જેના કારણે ફરી પાછી ભાજપમાં જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
અાજે સવારે ૯-ર૬ કલાકે તેમણે વધુ એક ટ્વિટ કર્યું હતું કે “હાર્દિક પટેલ કોના? કોંગ્રેસ, અાપ, નીતીશ કે …..”, અાઈ. કે. જાડેજાએ અા ટ્વિટ કરીને મોઘમમાં એવો ઈશારો કર્યો છે કે હાર્દિક પટેલ જો કોંગ્રેસ, અાપ કે ની‍તીશના ન હોય તો ભાજપના કયા નેતાના છે? અા ટ્વિટના લીધે ભાજપમાં ફરી એક વાર હલચલ મચી જવા પામી છે.

અાઈ. કે. જાડેજાએ ગઈ કાલે બપોરના ૧ર-૪૦ કલાકે એક ટ્વિટ કર્યું હતું કે ” જે લોકો પાર્ટીને સમ‌િર્પ‍ત નથી તેનાથી પાર્ટીને કેટલો લાભ?” એવું ટ્વિટ કરીને ભાજપમાં ચાલી રહેલી અાંતરિક ખેંચતાણ તરફ ઈશારો કર્યો હોવાનું રાજકીય અાલમમાં ચર્ચાઈ રહ્યું હતું, જેના કારણે ભાજપમાં હલચલ મચી ગઈ હતી. જોકે સાંજના ૭-૦૮ કલાકે ફરી ટ્વિટ કરીને ખુલાસો કર્યો હતો કે “કાર્યકર્તા પાર્ટીને સમર્પિત બને તો જ તેનો લાભ થાય છે, તે મારા ટ્વિટનો હેતુ છે”.

અા સાથે તેમણે સાંજે ફરી ખુલાસો કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે મારા દ્વારા ટ્વિટ કરાયેલ “જે લોકો પાર્ટીને સમર્પિત નથી તેનાથી પાર્ટીને કેટલો લાભ..?” નો કેટલાક મીડિયા અને મિત્રો દ્વારા અલગ અલગ અર્થઘટન કરાયેલ છે. જે અંગે જણાવવાનું કે પાર્ટીમાં મને ૩૬ વર્ષ થયાં છે અને હું કાર્યકર્તા તરીકે ક્યારેય પાર્ટીથી નારાજગી અનુભવતો નથી. કાર્યકર્તા પાર્ટીને સમ‌િર્પ‍ત બને તો જ તેનો લાભ થાય છે, તે મારા ટ્વિટનો હેતુ છે” તેમ જાડેજાએ જણાવ્યું હતું.

અાઈ. કે. જાડેજાએ અાજે કરેલા વધુ એક ટ્વિટ ભાજપમાં ફરી ચર્ચાનો વિષય બન્યું છે. અા અંગે અાઈ. કે. જાડેજાનો સંપર્ક થઈ શક્યો ન હતો.

You might also like