મને કોઈ પસ્તાવો નથીઃ સની

મુંબઇ: સની લિયોન અત્યાર સુધી લગભગ અડધો ડઝન ફિલ્મો કરી ચૂકી છે. તે તેના અભિનયના કારણે નહીં, પરંતુ બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહી. સની બોલિવૂડમાં તેની કરિયરની શરૂઆતના સમયથી જ ચર્ચામાં છે. પોતાની સુંદરતા અને બોલ્ડ ઇમેજના કારણે તેને ફિલ્મોની ઓફર પણ સતત મળતી રહે છે. ખૂબ જ જલદી તેની ‘મસ્તીજાદે’ ફિલ્મ રિલીઝ થવા જઇ રહી છે. આ એક એડલ્ટ કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં સની મુખ્ય ભૂમિકામાં છે. તેણે આ ફિલ્મમાં ડબલ રોલ કર્યો છે. ખૂબ જ સેક્સી અભિનેત્રીની છાપ ધરાવતી હોવા છતાં સની લિયોન ઓનસ્ક્રીન કિસિંગ સીન આપવા તૈયાર નથી. તે કહે છે કે મને બોલ્ડ સીન સામે વાંધો નથી, પરંતુ હું ઓનસ્ક્રીન કિસ નહીં કરું. એ મારો નિર્ણય છે કે હું ઓનસ્ક્રીન માત્ર મારા પતિને જ કિસ કરીશ.

શું સની ઇમેજ બદલવા માટે સેક્સીના બદલે કોમેડી ફિલ્મો તરફ તો વળી રહી નથી ને? આ સવાલના જવાબમાં તે કહે છે કે ના, આ ઇમેજ બદલવાનો પ્રયાસ નથી. હું અલગ અલગ પ્રકારની ફિલ્મો કરીને ખુદને પ્રૂવ કરવા ઇચ્છું છું. આ જ કારણે હું કોમેડી ફિલ્મો કરી રહી છું. ઇન્ડસ્ટ્રીમાં મારી ઇમેજ બોલ્ડ અભિનેત્રીની છે અને આ ઇમેજ બદલવી સરળ પણ નથી, જોકે અભિનેત્રી તરીકે ખુદને સાબિત કરવામાં ખોટું શું છે. હું આજે જે મુકામ પર છું તેનો મને પસ્તાવો પણ નથી.

You might also like