ઇઝરાયના રાષ્ટ્રપતિ સાથે PM મોદીએ કરી મુલાકાત, આપ્યો નવો મંત્ર

યેરૂશલમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝિરાયલના પ્રવાસે છે ત્યારે આજરોજ પીએમ મોદીએ ઇઝરાયલના રાષ્ટ્રપતિ રૂવેન રિવલિન સાથે મુલાકાત કરી છે. ઇઝરાયલના રાષ્ટ્રપતિએ પ્રોટોકોલ તોડીને પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. બંને નેતાઓ એકબીજાને ભેટયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફેદ શૂટ પહેર્યો હતો અને વાદળી કલરનો રૂમાલ જોડે હતો. ખરેખર ઇઝરાયલના ધ્વજમાં બ્લ્યુ અને સફેદ રંગનો સમાવેશ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું બંને દેશોના નામની શરૂઆત ‘I’ થી થાય છે.

I ફોર ઇન્ડિયા અને I ફોર ઇઝરાયલ એટલે કે ઇન્ડિયા ઇઝરાયલ માટે તેમજ ઇઝરાયલ ઇન્ડિયા માટે છે. પીએમ મોદીએ કહ્યું કે આઇ વિથ ઇઝરાયલ અને આઇ વિથ ઇન્ડિયા એટલે કે ઇન્ડિયા ઇઝરાયલની સાથે અને ઇઝરાયલ ઇન્ડિયાની સાથે છે. તે સિવાય પીએમ મોદીએ ઇઝરાયલનો મતલબ જણાવતાં કહ્યું કે ઇઝરાયલ એટલે ઇઝરાયલ ઇઝ રીયલ ફ્રેન્ડ. ઇઝરાયલના રાષ્ટ્રપતિએ પ્રોટોકોલ તોડીને સ્વાગત કરતાં પીએમ મોદીએ કહ્યું કે આ સવા સૌ કરોડ ભારતીય પ્રતિનો તમારો પ્રેમ છે. ઇઝરાયલના રાષ્ટ્રપતિએ કહ્યું કે પીએમ મોદી દુનિયાના સૌથી મોટા લોકતંત્રના મોટા નેતા છે.
http://sambhaavnews.com/

You might also like