અરજી ફરિયાદોના મારાથી સાયબર સેલ હાંફયોઃ પોલીસ સ્ટેશનોને ખો અપાય છે

અમદાવાદ : બેંકમાંથી બોલું છું તેમ કહી એટીએમ નંબર મેળવવા, છેતરપિંડી, ફેસબુક ઉપર ગંદી કોમેન્ટ, ફેક પ્રોફાઈલ તેમજ વોટ્સએપ, ઈમેઇલ દ્વારા છેતરપિંડી તેમજ કમ્પ્યૂટર દ્વારા થતા ગુનાઓ, જે સાયબર ક્રાઈમ બ્રાંચમાં ગણાય છે તેનું પ્રમાણ વધતાં સાયબર સેલ ક્રાઇમ બ્રાન્ચમાં ભારણ વધી ગયું હતું, જેથી હવે સાયબર ક્રાઈમની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેવા અંગે પોલીસ કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો છે.

જેથી હવે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જ સાયબર ક્રાઈમની ફરિયાદ લેવાશે, જોકે સ્થાનિક પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસકર્મીઓને સાયબર ક્રાઈમ ઉકેલવા અંગેનું પૂરતું જ્ઞાન નથી હોતું. તેથી સાયબર ક્રાઈમ જરૂર પડ્યે તેમને મદદ કરશે.કરોડો રૂપિયાના ખર્ચે સાયબર સેલ ક્રાઈમ બ્રાંચમાં ઊભો કરવામાં આવ્યો છે. સાયબરને લગતા તમામ ગુનાઓ સાયબરસેલમાં જ ઉકેલી શકાય છે. શહેરમાં જેટલા નાગરિકો સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હોય તે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવા પહોંચી જાય છે.

સાયબર ક્રાઈમના ગુનાઓ વધતાં સાયબર સેલ પર ભારણ વધી ગયું હોવાથી પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ પરિપત્ર બહાર પાડી સાયબર ક્રાઈમના ગુનાઓની ફરિયાદ હવે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધવી અને તેની તપાસ પણ તેઓએ જ કરવી. જો ગંભીર પ્રકારનો સાયબર ગુનો હોય અને જરૂર પડે તો સાયબર સેલમાં ફરિયાદ ટ્રાન્સફર કરવાની રહેશે. પરિપત્ર બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓને સાયબરના ભેદ ઉકેલવા ટ્રેનિંગ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ પરિપત્ર બહાર પાડી સાયબર ક્રાઈમની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરવાની રહેશે પરંતુ કેટલાય પોલીસ કર્મચારીઓને સાયબર ક્રાઇમ અંગેની કોઇ જાણકારી હોતી નથી ત્યારે આવા કેસોની તપાસ તેઓ કઇ રીતે કરશે અને તે સાયબર સેલ જેટલી ઝડપથી ગુનાને ઉકેલી શકશે.

You might also like