‘ખુદા કસમ કેસ કે બારે મેં ઔર આરોપી કાેન હૈ વો નહીં જાનતી’

અમદાવાદ: ‘ખુદા કસમ કેસ કે બારે મેં કુછ નહીં જાનતી હૂં ઔર આરોપી કોન હૈ વો ભી નહી જાનતી હૂં’ તેવી કોર્ટ સમક્ષ જુબાની આપી છે એક માતા એ કે જેના પુત્રની વર્ષ 2015માં 4 શખ્સોએ હત્યા કરી હતી. મરનારની માતાએ પોલીસ સમક્ષ આપેલી જુબાનીથી વિપરીત જુબાની કોર્ટ સમક્ષ આપતાં સેશન્સ કોર્ટે તેને હોસ્ટાઇલ જાહેર કરી છે આ સિવાય આ કેસમાં મરનારનો ભાઇ કે જે આ કેસનો ફરિયાદી છે તેને પણ કોર્ટે હોસ્ટાઇલ જાહેર કર્યો છે.

વર્ષ 2015માં મિલ્લતનગર ખાસે રહેતા મોહંમદ યુનુસ સુલેમાન મેમણની રિક્ષા પાર્કિગ જેવી સામાન્ય બાબતની અદાવત રાખીને અમજદખાન પઠાણ, ફિરોઝખાન, નાસિરખાન અને મેંહદી હુસૈન નામના યુવકોએ ઘાતકી હત્યા કરી હતી આ કેસમાં મોહંમદ યુનસનો ભાઇ સાજિદ મેમણે 4 આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

મરનાર યુનુસે તેની માતા સુમૈયા મેમણને ચારેય યુવાનોએ મને મારી નાખવાની ધમકી આપી છે તેવું નિવેદન પોલીસ સ્ટેશનમાં નોધાવ્યું હતું. સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલવા ઉપર છે ત્યારે સરકારી વકીલ કુલદીપ શર્માએ ફરિયાદી સાજિદ મેમણને પોલીસ સમક્ષ આપેલી જુબાનીથી વિરોધાભાસ નિવેદન આપતાં તેને હોસ્ટાઇલ જાહેર કર્યો છે ત્યારે મરનારની માતા સુમૈયાને હોસ્ટાઈલ જાહેર કરી છે.

You might also like