“મારી પાસે ઘણી કાર-બાઇક છે, પરંતુ એક સમયે બધા પર સવારી ના કરી શકું”

મુંબઈઃ આઇપીએલની મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ દરમિયાન ધોનીને પોતાની ટીમના સ્ટાર ઓફ સ્પિનર હરભજનસિંહનો ઓછો ઉપયોગ કરવા અંગે પૂછવામાં આવેલા સવારનો પણ રોચક જવાબ આપ્યો હતો. ધોનીએ કહ્યું, ”મારી પાસે ઘરમાં ઘણી બધી કાર અને બાઇક છે, પરંતુ હું એક સમયે બધા પર સવારી ના કરી શકું.

જ્યારે ટીમ પાસે છ કે સાત બોલર ઉપલબ્ધ હોય ત્યારે તમારે પરિસ્થિતિ પ્રમાણે તેમનો ઉપયોગ કરવાનો હોય છે. તમારે એ જોવું પડે છે કે કયો બેટ્સમેન બેટિંગ કરી રહ્યો છે અને તેના માટે કયો બોલર યોગ્ય રહેશે. કેપ્ટનને ટીમનાં હિતને ધ્યાનમાં રાખીને આ અંગેનો નિર્ણય લેવાનો હોય છે.

શરૂઆતની મેચોમાં અમારી પાસે પવન નેગી અને જાડેજા હતા. મેં તેમને અલગ અલગ સમયે બોલિંગ આપી. મારું ધ્યાન હંમેશાં એ વાત પર હોય છે કે પરિસ્થિતિ કેવી છે. જ્યાં સુધી ભજ્જીનો સવાલ છે, તે બહુ જ અનુભવી છે અને કોઈ પણ ફોર્મેટમાં ટીમ માટે ઉપયોગી છે.”

You might also like