મને કોઈ વાતનો રંજ નથી: ઈશા ગુપ્તા

કેટલાય લોકોને લાગે છે કે બોલિવૂડ સુંદર અને અભિનયમાં માહેર ઇશા ગુપ્તા સાથે ન્યાય કરી શક્યું નથી, કેમ કે હજુ સુધી તેને સારી ફિલ્મોનો ભાગ બનવાનો મોકો અપાયો નથી, જોકે ઇશાના મનમાં આ વાતનું કોઇ દુઃખ નથી. તે કહે છે કે હું એવા નિર્માતા-નિર્દેશકોની આભારી છું, જેમણે મારા પર ભરોસો કર્યો અને તેમની ફિલ્મોમાં કામ આપ્યું. આઉટસાઇડર હોવા છતાં મૂકેશ ભટ્ટે મને પહેલી ફિલ્મ આપી. સુરેશ દેસાઇએ મને ‘રુસ્તમ’ જેવી અને મિલન લુથરિયાએ ‘બાદશાહો’ જેવી ફિલ્મોમાં ચાન્સ આપ્યો.

ઇશાનું માનવું છે કે સારી ફિલ્મોનો ભાગ બનવા માટે સારો સમય અને નસીબનો મોટો રોલ હોય છે. ખાસ કરીને જ્યારે તમે આઉટસાઇડર હો અને બોલિવૂડમાં તમારા સંપર્ક પહેલાંથી મજબૂત ન હોય ત્યારે થોડી તકલીફ પડે છે. ‘રુસ્તમ’માં ઇશા ગુપ્તાએ પોતાની ખલનાયિકાની ભૂમિકાથી તમામને ચોંકાવી દીધા હતા. હવે ‘બાદશાહો’ ફિલ્મમાં દમદાર ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તે અજય દેવગણ અને ઇમરાન હાશ્મી સાથે કામ કરી રહી છે. તે કહે છે કે પાવરફૂલ અભિનેતાઓ સાથે કામ કરીને અન્ય અભિનેતાઓની કાબેલિયત પણ વધે છે. તમને નાની નાની વસ્તુઓ શીખવા મળે છે. અજય દેવગણ અને અક્ષયકુમાર ખૂબ જ કોન્ફિડન્ટ અભિનેતાઓ છે.

home

You might also like