હું મેચ ફિક્સર નથીઃ પીટરસન

જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ખેલાડી એલ્વિરો પીટરસને ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ)ના એ આરોપોને નકારી કાઢ્યા છે કે ગત સિઝનમાં રાષ્ટ્રીય ટી-૨૦ ફ્રેંચાઇઝી ચેમ્પિયનશિપ દરમિયાન તેણે મેચ ફિક્સિંગ કર્યું હતું. જોહાનિસબર્ગ સ્થિત હાઈવેલ્ડ લાયન્સના ૩૫ વર્ષીય કેપ્ટન પર ગત શનિવારે સીએસએ ભ્રષ્ટાચાર વિરોધી નિયમોનું ઘણી રીતે ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને પીટરસનને કામચલાઉ રીતે ક્રિકેટ રમવા પર પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો હતો.

પીટરસનના વકીલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એલ્વિરોએ ક્યારેય કોઈ મેચ ફિક્સ કરી નથી. તે કોઈ જ મેચ ફિક્સ કરવા અંગે સહમત નહોતો થયો. તેણે ફિક્સિંગ કરવા અંગે ક્યારેય વિચાર્યું પણ નહોતું. ફિક્સિંગ માટે તેણે ક્યારેય લાંચ કે અન્ય ઇનામનો સ્વીકાર કર્યો નહોતો.”

You might also like