રેડ કાર્પેટ માટે તૈયાર થવું ગમતું નથીઃ કેટ

રેડ કાર્પેટ ઇવેન્ટ્સ દરમિયાન દરેક અભિનેત્રીઅોઅે સુંદર દેખાવવું પડે છે. અભિનેત્રીઅો વચ્ચે એકબીજા કરતાં ચઢિયાતાં દેખાવાની સ્પર્ધા થતી હોય છે, જોકે બહુ અોછા લોકો જાણે છે કે કેટલીક અભિનેત્રીઅોને અા વસ્તુ પસંદ હોતી નથી. રેડ કાર્પેટ સમારંભ માટે તૈયાર થવું સરળ હોતું નથી. અા માટે ખૂબ જ તૈયારીઅો કરવી પડે છે. તેમની મદદ માટે અેક નહીં, અનેક લોકો લાગેલા હોય છે.

ઘણા બધા સ્ટારને અાની અાદત પડતાં લાંબો સમય લાગી જાય છે. કેટરીના કૈફ પણ અાવી જ સુંદરીઅોમાંની એક છે. તેનું કહેવું છે કે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં અાટલાં વર્ષ પસાર કર્યા બાદ રેડ કાર્પેટ સમારંભ માટે તૈયાર થવાની તેને ટેવ પડી શકી નથી. તે કહે છે કે અાજે પણ મને તેનું દબાણ અનુભવાય છે. કેટરીના કહે છે કે અા ઇવેન્ટ્સ માટે સ્પેશિયલ તૈયારી કરવાનું ચલણ હમણાં હમણાં ખૂબ જ વધ્યું છે.

મોટાં મોટાં અાયોજનો માટે સ્પેશિયલ સ્ટાઈલમાં તૈયાર થવાનો ટ્રેન્ડ છેલ્લાં કેટલાંક વર્ષથી ખૂબ જ વધી ગયો છે. પહેલાં જ્યારે મારે કોઈ ફિલ્મના પ્રી‌િમયરમાં જવાનું હતું તો મારા કબાટમાંથી એક ડ્રેસ પસંદ કરીને પહેરી લેતી હતી, પરંતુ સોશિયલ મીડિયાના વધતા ચલણ, ઇન્સ્ટાગ્રામ અને ડિજિટલ બની રહેલી દુનિયાની સાથે તમામ ઇવેન્ટ્સ માટે હાઈ ફેશન ડ્રે‌િસંગ શરૂ થઈ ગયું છે. કેટરીનાના જણાવ્યા અનુસાર ક્યારેક ક્યારેક અા અનુભવ તમને મજેદાર લાગે, પરંતુ પહેલાંનો સમય પણ ઘણો સારો હતો, જ્યારે તમે કોઈ પણ ચિંતા કર્યા વગર ઇવેન્ટ્સમાં પોતાની પસંદગીનાં કપડાં પહેરીને જઈ શકતાં હતાં.

http://sambhaavnews.com/

You might also like