મને મુખ્યપ્રધાનના પદની કોઈ જ લાલસા નથીઃ કમલનાથ

નવી દિલ્હી: મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમાયેલા કમલનાથે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે મને મુખ્યપ્રધાનના પદ માટેની કોઈ જ લાલસા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાર્ટીને કદાચ એ વાતનો વિશ્વાસ છે કે તેઓ તમામ લોકોને સાથે રાખીને કામ લઈ શકે તેમ છે.

પૂર્વ કેન્દ્રીય પ્રધાન કમલનાથે વધુમાં જણાવ્યું કે તેમની આ નવી વરણી કરવાનો હેતુ એ નથી કે તેઓ આ વર્ષેના અંતમાં યોજાનારી મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યપ્રધાનપદના ઉમેદવાર છે, કારણ મને આવા પદની કોઈ જ લાલચ નથી કે હું સત્તા માટે ભૂખ્યો નથી. મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમાયા બાદ કમલનાથે આવી સ્પષ્ટતા કરી છે.

એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં કમલનાથે વધુમાં જણાવ્યું હતું કે તેમને રાજ્ય કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ જ આ પદની જવાબદારી આપવામાં આવી છે. પાર્ટીએ તેમના પર ભરોસો મૂકીને આ જવાબદારી સોંપી છે તે તેઓ સારી રીતે નિભાવી શકશે તેમ જણાવ્યું હતું.

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક માસ પહેલાં આ બાબતે આડકતરો ઈશારો આપી દીધો હતો. તેથી આ જવાબદારી સ્વીકારવા મારી તૈયારી હતી. તેમણે જ્યોતિરાદિત્ય સિંધિયાને સમર્થન આપતાં જણાવ્યું હતું કે દિગ્વિજયસિંહ કરતાં અન્ય કોઈ નેતા મધ્યપ્રદેશને સારી રીતે સમજી ન શકે એ એક હકીકત છે ત્યારે મને વિશ્વાસ છે કે રાહુલ ગાંધી તેમના માટે યોગ્ય વિકલ્પ શોધશે અને તેમને કોઈ ખાસ જવાબદારી આપશે.

You might also like