આગળ વધવા માટે મારે પ્રિયંકાની જરૂર નથી, હું ક્યારેય દેશ નહી છોડું: રોબર્ટ વાઢેરા

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરાએ કહ્યું કે તેમણે પોતાના જીવનને સુધારવા માટે કે પછી આગળ વધવા માટે પ્રિયંકાની જરૂર નથી. રોબર્ટ વાઢરાએ કહ્યું કે તેમના માતા-પિતાએ તેમને પહેલાંથી જ ધન-સંપત્તિ આપી છે, એટલા માટે આગળ વધવા માટે પ્રિયંકાની મદદની જરૂર નથી.

રોબર્ટ વાઢેરાએ બે મોંઢાની વાત કરતાં કહ્યું કે તેમને ગમે તેટલા પરેશાન કરવામાં આવે પરંતુ તે ભારત છોડીને નહી જાય. તેમણે કહ્યું કે હાલની સરકાર તેમના વિશે શું કહે છે તેનાથી તેમને કોઇ ફરક પડતો નથી. વાઢેરાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે કોઇપણ દેશવિરોધી થવા માટે કહેતું નથી પરંતુ બધાનો પોતાનો વિચારવાનો દ્રષ્ટિકોણ હોય છે, આપણે કોઇના પર આપણા વિચાર થોપી ન શકીએ.

રસપ્રદ છે રોબર્ટ વાઢેરા અને પ્રિયંકા ગાંધીની લવ સ્ટોરી

ડીએલએફ જમીન વિવાદમાં ફસાયેલા વાઢેરાએ કહ્યું કે તે લોકોની વાતોથી પરેશાન થઇને દેશ છોડવાના નથી. તેમણે કહ્યું કે રિયર એસ્ટેટ સહિત દરેક બિઝનેસમાં લોકો નિરાશ છે. ટૂંક સમયમાં સરકાર પ્રત્યે લોકોનો ગુસ્સો ફૂટી શકે છે.

રોબર્ટ વાઢેરાએ દિલ્હીના ગોલ્ફ ક્લબમાં આપેલા નિવેદનમાં કહ્યું કે તે એક સંપન્ન પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમને ફરક નથી પડતો કે લોકો તેમના વિશે શું કહે છે કે શું લખે છે. રોબર્ટ વાઢેરાએ કહ્યું કે તે પોતાનું સત્ય સારી રીતે જાણે છે. વાઢારાએ કહ્યું, ગંભીર વિષયો પર લખું છું રોબર્ટ વાઢેરાએ કહ્યું કે રાજકારણામાં છું કે નહી તેનાથી કોઇ ફરક નથી પડતો. જે વિષય તેમને ગંભીર લાગે છે, સોશિયલ મીડિયા પર તેના વિશે તે લખે છે.


વાઢેરાએ કહ્યું, ગંભીર વિષયો પર લખું છું
રોબર્ટ વાઢેરાએ કહ્યું કે રાજકારણામાં છું કે નહી તેનાથી કોઇ ફરક નથી પડતો. જે વિષય તેમને ગંભીર લાગે છે, સોશિયલ મીડિયા પર તેના વિશે તે લખે છે.

ફેસબુક પોસ્ટ લઇને વિવાદમાં સપડાયા
તમને જણાવી દઇએ કે રોબર્ટ વાઢેરા પોતાના ફેસબુક પોસ્ટને લઇને વિવાદોમાં ઘેરાઇ ગયા હતા. તેમણે પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીનું નામ લીધા વિના તેમણે લખ્યું હતું ‘સંસદ શરૂ થઇ છે અને આ સાથે જ હલકી કક્ષાનું વિભાજનકારી રાજકારણ પણ. ભારતના લોકો મૂર્ખ નહી.’ ત્યારબાદ વાઢેરાને લોકસભા સચિવાલયમાં આ સંબંધમાં જવાબ આપવો પડ્યો હતો.

You might also like