હું અને રણવીર બેરોજગારીના સાથીઃ અદિતિ રાવ

મુંબઇઃ બોલિવૂડ અભિનેત્રી અદિતિ રાવ હૈદરી સંજય લીલા ભણસાળીની મોસ્ટ અવેઇટિંગ ફિલ્મ ‘પદ્માવતી’માં રણવીરસિંહની પત્નીની ભૂમિકા ભજવશે, જોકે હજુ આ વાતને સત્તાવાર સમર્થન મળ્યું નથી. કોઇ આ વિશે કંઇ બોલવા તૈયાર નથી. આ બાબતે અદિતિ રાવ હૈદરીને પૂછવામાં આવ્યું તો તેણે હસીને જવાબ આપવાનું ટાળ્યું અને કહ્યું કે, ‘તમારા આ સવાલનો મારી પાસે કોઇ જવાબ નથી.
હું હજુ આ અંગે કંઇ કહી ન શકું.’

જ્યારે અદિતિને રણવીરસિંહ સાથે કામ કરવાનું પુછાયું તો તેણે કહ્યું કે રણવીર સાથે કામ કરવાનો મોકો મળે તો ખૂબ ખુશી થશે. અમે બંને એકબીજાને ત્યારથી ઓળખીએ છીએ જ્યારથી અમારા બંને પાસે કોઇ કામ ન હતું. અમે એકબીજાની સ્ટ્રગલને જોઇ છે. એમ કહી શકાય કે અમે બંને એકબીજાની બેરોજગારીના સમયના સાથી છીએ.

સંજય લીલા ભણસાળી પોતાની ફિલ્મોમાં સેટ અને ભવ્યતા માટે જાણીતા છે. ભવ્યતા તેમની ફિલ્મોની ખૂબી છે. સંજય સાથે કામ કરવા અંગે અદિતિ કહે છે કે ભણસાળી સાથે કામ કરવું તે દરેક કલાકારનું સપનું હોય છે. મેં પણ એ સપનું સેવ્યું છે કે હું ક્યારેક તેમની
સાથે કામ કરું. ઉલ્લેખનીય છે કે ‘પદ્માવતી’ ફિલ્મમાં દી‌િપકા પદુકોણ, રણવીરસિંહ અને શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

home

You might also like