હું ખૂબ શાંત છુંઃ સારા

મસકતમાં જન્મેલી અને વર્ષ ૨૦૦૭માં ફેમિના મિસ ઈન્ડિયા રહી ચૂકેલી સારા જેન ડાયસે વર્ષ ૨૦૦૬માં પોતાની એક્ટિંગ કરિયરની શરૂઅાત ફિલ્મ ‘બ્રાઈડ્સ વોન્ટેડ’થી કરી હતી, પરંતુ અા ફિલ્મ રિલીઝ થઈ ચૂકી ન હતી. દર્શકોએ સારાને પહેલી વાર ‘ક્યા સુપરકૂલ હૈ હમ’માં જોઈ. બાદમાં તેણે ‘ગેમ’, ‘ઓ તેરી’, ‘હેપી ન્યૂ યર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. તેની ફિલ્મ ‘એન્ગ્રી ઈન્ડિયન ગોડેસીસ’ પણ અાવી. ખૂબ જ જલદી નવી ફિલ્મ ‘જુબાન’ રિલીઝ થશે.

સારા ચેનલ-વી પર ફ્રેડા પિન્ટોની સાથે વીજે રહી ચૂકી છે. હવે ફ્રેડા હોલિવૂડમાં અાગળ નીકળી ચૂકી છે જ્યારે સારા હજુ અહીં જ છે. અા બાબતે વાત કરતાં સારા કહે છે કે ફ્રેડા અને હું એકસમાન હોવા છતાં પણ એકબીજાથી સાવ અલગ છીએ. મારા માટે અા સમાનતાઓ અને ભિન્નતાઓને શોધવાનું સૌથી વધુ દિલચસ્પ હતું. ફિલ્મી જિંદગી અને વાસ્તવિક જિંદગી વચ્ચે સમાનતાની વાત છે તો અમને બંનેને ઉશ્કેરવાં ન જોઈએ, કેમ કે અમે બંને એકદમ શાંત છીએ.

પોતાની ફિલ્મ ‘જુબાન’ અંગે વાત કરતાં સારા કહે છે કે મોઝેજ સી નિર્દેશિત ફિલ્મ ‘જુબાન’માં હું અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે. વિકી કૌશલને ‘મસાન’ ફિલ્મ માટે ખૂબ જ પ્રશંસા મળી હતી. ‘જુબાન’ને એશિયામાં સૌથી મોટા બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પ્રશંસા મળી છે. મોઝેજને એક રાઈઝિંગ ડિરેક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. અા એવી વ્યક્તિની કહાણી છે, જે સંગીતથી ડરે છે. ફિલ્મની કહાણી દિલ્હી અને પંજાબ પર અાધારિત છે.

You might also like