૧૦૦ ટકા અાપવાની કોશિશ કરું છુંઃ જેકલીન ફર્નાન્ડીસ

મુંબઇઃ ફ્લોપ ફિલ્મથી બોલિવૂડમાં શરૂઅાત કરનાર જેકલીન ફર્નાન્ડીસની કિસ્મત સારી રહી. કદાચ તેની કિસ્મતમાં બોલિવૂડમાં ટકવાનું લખ્યું હતું, તેથી ફ્લોપ શરૂઅાત છતાં પણ પાછળથી તેની ફિલ્મો હિટ થવા લાગી. તાજેતરમાં તેની ‘હાઉસફુલ-૩’ અા વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ રહી. ફિલ્મને મળેલી સફળતાને લઈને તે કહે છે કે જ્યારે કોઈ ફિલ્મ સફળ થાય છે ત્યારે કલાકાર માટે ખુશીની વાત હોય છે.

ફિલ્મને મળેલી સફળતા પાછળ ફિલ્મના કલાકારોની સાથે-સાથે સમગ્ર યુનિટનો સખત પરિશ્રમ સામેલ હોય છે. દર્શકોઅે ‘હાઉસફુલ-૩’માં મારા કામને વખાણ્યું તે મારા માટે સારી વાત છે. જેકલીને ફિલ્મોમાં કોમેડી રોલ પણ કર્યા અને ગંભીર રોલ પણ કર્યા. તે કયા રોલ કરવામાં સહજતા અનુભવે છે તે અંગે વાત કરતાં તે કહે છે કે મારા માટે કોમેડી કરવી કે ગંભીર પાત્ર ભજવવાં અેટલું સહજ નથી, કેમ કે હું એવા બેકગ્રાઉન્ડમાંથી અાવું છું, જ્યાં અભિનય સાથે કોઈને દૂર-દૂર સુધી સંબંધ નથી.

હું ફિલ્મમાં જ્યારે કોઈ પણ પાત્ર ભજવું છું ત્યારે મારી કોશિશ એવી હોય છે કે હું મારા ૧૦૦ ટકા અાપું. ‘હાઉસફુલ-૨’ના શૂટિંગ દરમિયાન હું અક્ષયકુમાર પાસેથી કોમેડી શીખી અને તેનું પરિણામ ‘હાઉસફુલ-૩’માં મને મળ્યું. હું મારા રોલને યોગ્ય રીતે ભજવી શકી અને મારા પાત્રને ભજવવામાં સફળ રહી.

You might also like