ફિલ્મો દ્વારા મારા વિચારો દર્શાવું છુંઃ તાપસી પન્નુ

ફિલ્મ ‘પિન્ક’ અને ‘નામ શબાના’ જેવી ફિલ્મોમાં સશક્ત પાત્ર ભજવીને પ્રશંસા મેળવનારી તાપસી પન્નુએ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘મુલ્ક’માં એક વકીલનું પાત્ર ભજવ્યું. તે કહે છે કે અન્ય માધ્યમના બદલે સિનેમા દ્વારા સામાજિક મુદ્દાઓ પર મારા વિચારો વ્યક્ત કરવાનું હું પસંદ કરું છું.

મારી આગામી ફિલ્મ ‘મુલ્ક’ ભારતમાં અલ્પસંખ્યક સમુદાયની કહાણી દર્શાવે છે. કેવી રીતે ધર્મના કારણે અન્યાય સહન કરવો પડ્યો એ બધી બાબતો આ ફિલ્મમાં દર્શાવાઇ છે.

શું તાપસી ‘મુલ્ક’ ફિલ્મના વિચારો સાથે સહમત છે? આ વાતના જવાબમાં તાપસી કહે છે કે સ્કૂલના દિવસોમાં હું ભણી હતી કે ભારત એક ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક ગણતંત્ર છે, જ્યાં દરેક ધર્મના લોકોને એકસમાન સમજવામાં આવે છે. આપણે આપણી આસપાસની જિંદગી આવી રીતે જ જીવીએ પણ છીએ.

તાપસીએ કહ્યું કે ટક્કર ત્યારે શરૂ થાય છે, જ્યારે આપણે વિચારીએ છીએ કે નફરત વધી રહી છે. એક અભિનેત્રીના રૂપમાં હું મારા વિચારને વ્યક્ત કરવા સિનેમાનો ઉપયોગ કરી રહી છું. હું માનું છું કે આવા બધા મુદ્દા પર ચોક્કસ વાતચીત થવી જ જોઇએ. •

You might also like