લોકો કહેશે આ છોકરીમાં દમ છેઃ ગૌહર ખાન

ફિલ્મ ‘આનઃ મેન એટ ધ વર્ક’ના એક સોંગ નશા…થી ફિલ્મોમાં આવનારી ગૌહર ખાને અભિનેત્રી તરીકે ‘રોકેટસિંહ’થી ડેબ્યૂ કર્યું. ત્યાર બાદ ‘ઇશકજાદે’માં પણ તેના અભિનયની પ્રશંસા થઇ. ત્યાર બાદ તેણે ઘણા ટીવી રિયાલિટી શો કર્યા અને ‘બિગ બોસ-૭’ની વિજેતા બની. થોડા સમયમાં તેની ‘ફીવર’ ફિલ્મ રિલીઝ થશે. ‘ફીવર’ એક બોલ્ડ ફિલ્મ છે.

ગૌહર કહે છે કે મને પહેલી વાર કોઇ ફિલ્મમાં લીડ રોલ ભજવવાનો મોકો મળ્યો છે. મારા માટે આ ખુદને સાબિત કરવાનો મોકો છે. આ પહેલી ફિલ્મ છે, જેમાં મારો કોઇ ડાન્સ નથી. હા, મેં કેટલાક બોલ્ડ સીન આપ્યા છે, પરંતુ હું ઇચ્છું છું કે ફિલ્મમાં મારા કામનાં વખાણ થાય. ફિલ્મ જોયા બાદ લોકો કહેશે કે આ છોકરીમાં દમ છે અને તે પોતાના જોરે ફિલ્મ ચલાવી શકે છે.

ઘણા રિયાલિટી શોમાં ગૌહર ખાન રફ એન્ડ ટફ દેખાય છે. તે કહે છે કે હું આવા શોમાં જેવી દેખાઉં છું તેવી નથી. મારી અંદર કોઇ પણ વસ્તુઓને લઇને ખૂબ જ ડર હોય છે, પરંતુ જીવન આપણને એક જ વાર મળે છે, તેથી હું કંઇ પણ નવું ટ્રાય કરવાથી પાછળ ખસતી નથી. આપણે કોઇ એક દિવસે ડરમાંથી બહાર આવવાનું જ હોય છે. હું રહેણીકરણીની બાબતમાં ખૂબ જ ડેલિકેટ છું. સ્વભાવથી એકદમ છોકરીઓ જેવી છું, પરંતુ મન અને મગજથી ખૂબ મજબૂત છું. •

You might also like