PAK-રામ મંદિર-નીતિશ કુમાર-કોંગ્રેસ પર અમિત શાહે શું કહ્યું, જાણો…

લખનઉ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ત્રણ દિવસીય લખનઉની મુલાકાતે છે. અમિત શાહે આજે લખનઉમાં પત્રકાર પરિષદ યોજી હતી. અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકારના કામકાજની પ્રશંસા કરી હતી. જ્યારે પત્રકાર પરિષદમાં મંત્રીપદને લઇને પુછવામાં આવેલા સવાલના જવાબમાં અધ્યક્ષ પદથી ખુશ હોવાનું અમિત શાહે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમિત શાહે ગુજરાતમાંથી રાજ્યસભા ઉમેદવાર તરીકે નામાંકન ભર્યું છે.

અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કેન્દ્રમાં મોદી સરકારના ત્રણ વર્ષ જ્યારે ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના ત્રણ મહીના એકસાથે પુરા થઇ રહ્યાં છે. અમિત શાહે કહ્યું અયોધ્યમાં રામ મંદિર જરૂરથી બનશે, જે અંગે ભાજપે ઘોષણાપત્રમાં રામમંદિરનો સમાવેશ કર્યો છે. પરંતુ રામમંદિર કોર્ટના નિર્ણય બાદ રામમંદિર બનશે. રામ મંદિર કાયદાને અનુલક્ષીને કાયદો બનશે. પાકિસ્તાન સાથેના વ્યવહાર બંધ કરી દેવા અંગે અમિત શાહે જણાવ્યું કે તમામ પક્ષોને સાતે રાખીને નિર્ણય કરવામાં આવશે. બિહારની રાજનીતિને લઇને અમિત શાહે કહ્યું બિહારમાં અમે કોઇ તોડફોડ કરી નથી.

ભ્રષ્ટાચારને લઇને નીતિશ કુમારે રાજીનામુ આપ્યું છે. કેન્દ્ર સરકારે તમામ પક્ષોની સહમતિથી દેશમાં જીએસટી લાગુ કર્યો છે. જ્યારે સર્જીકલ સ્ટ્રાઇકથી દેશ મજબુત થયો છે. અમિત શાહે કહ્યું કે 2019માં એનડીએ સરકાર ભારે બહુમત સાથે પરત આવશે. ગુજરાત અંગેના પ્રશ્નના જવાબમાં અમિત શાહે કહ્યું કે જેટલા આરોપ લગાવામાં આવ્યું છે તે ખોટા છે.
http://sambhaavnews.com/

You might also like