હું કોઈ ભ્રમમાં નથી, મેં ઘણી ફિલ્મોને ના પણ કહી છે: અનિલ કપૂર

અનિલ કપૂરે ૧૯૭૧માં ફિલ્મ ‘તૂ પાયલ મૈં ગીત’માં શશી કપૂરના બાળપણનું પાત્ર ભજવ્યું હતું. ત્યારબાદ કેટલીક ફિલ્મોમાં નાનાં નાનાં પાત્ર ભજવ્યાં. હીરો તરીકે તેની પહેલી ફિલ્મ ‘વો સાત દિન’ હતી. ત્યારબાદ તેણે પાછા વળીને જોયું નથી. આજે ઇન્ડસ્ટ્રીમાં તેને ૪૦ કરતાં વધુ વર્ષનો સમય થઇ ગયો છે.

આગળ જતાં તે પોતાની પુત્રી અને પુત્રના પિતાનું પાત્ર ઓનલાઇન ભજવવા જઇ રહ્યો છે. અનિલ કહે છે કે, ‘એક લડકી કો દેખા તો ઐસા લગા…’માં હું જ્યારે સોનમના પિતાનું, જ્યારે અભિનવ બિન્દ્રાની બાયોપિકમાં હર્ષવર્ધનના પિતાનું પાત્ર ભજવીશ. સોનમ ખૂબ જ પ્રોફેશનલ છે.

તેની સાથે કામ કરવું એવો અનુભવ છે, જાણે અન્ય અભિનેત્રી સાથે કામ કરવું. હર્ષવર્ધને પણ પોતાનો રસ્તો જાતે પસંદ કર્યો છે. મને ખુશી છે કે મારાં બંને બાળકોએ તેમના દમ પર મુકામ બનાવ્યો છે.

અનિલ કપૂર કહે છે કે હું કોઇ ભ્રમમાં નથી. ઘણી વાર મેં ઘણી ફિલ્મોને ના પણ કહી છે. હા કે ના કહેવું તે લેખક-નિર્માતા અને નિર્દેશક પર નિર્ભર કરે છે. જીવનમાં કશું જ નક્કી નથી. તમારે તમારી પસંદગીમાં થોડું સ્માર્ટ બનવું જોઇએ. મને મારી ક્ષમતા વિશે ખ્યાલ છે.

મને એ બાબતનો પણ ખ્યાલ છે, જે હું બીજા કરતાં વધુ સારી રીતે કરી શકું છું. મને એ પણ ખ્યાલ છે કે કોઇ ફિલ્મની વેલ્યૂ હું કેટલી વધારી શકું છું. અનિલ કહે છે કે હું જ્યારે સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે મેં ઘણા પ્રયોગો કર્યા. ‘વો સાત દિન’માં મેં એક કલાકારનું પાત્ર ભજવ્યું હતું, જે પતિયાલાથી મુંબઇ આવે છે.

તે સમયે રિયલ લાઇફમાં મેં ખુદને એવો જ બનાવી દીધો હતો. મેં મારા વાળ કપાવ્યા હતા, જેથી એક છોકરા જેવો લાગી શકું. મને તે ગેટઅપમાં જોઇને મારી માતા ખૂબ જ હેરાન રહેતી. જ્યારે ફિલ્મ સફળ થઇ પછી મેં પાછા વળીને જોયું નથી. •

You might also like