હું હિંદુ વિરોધી નહીં, પરંતુ મોદી અને અમિત શાહ વિરોધી છુંઃ પ્રકાશ રાજ

હૈદરાબાદ, શુક્રવાર
અભિનેતા પ્રકાશ રાજે જણાવ્યું છે કે હું હિંદુ વિરોધી નથી, પરંતુ મોદી વિરોધી છું. ટીકાકારોએ મારા પર ખોટા આક્ષેપો કર્યા છે. ઇન્ડિયા ટુડેના સાઉથ કોન્કલેવમાં આવેલા અભિનેતાએ જણાવ્યું હતું કે ટીકાકારો કહે છે કે હું હિંદુ વિરોધી છું. જ્યારે હું કહું છું કે હું નરેન્દ્ર મોદી, અમિત શાહ અને અનંતકુમાર હેગડે વિરોધી છું.

સરકાર અને ભાજપ નેતૃત્વ, કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર હેગડે અને અભિવ્યકિતની સ્વતંત્રતા પર પ્રહારો કરનારાં જૂથોને નિશાન બનાવીને અભિનેતા પ્રકાશ રાજે જણાવ્યું હતું કે કાતિલોનું સમર્થન કરનારા સ્વયંને હિંદુ ગણાવી શકે નહીં. તેમણે જણાવ્યું હતું કે એક વાદ, એક ધર્મને ધરતી પરથી ખતમ કરનારા અનંતકુમાર હેગડે હિંદુ હોઇ શકે નહીં.

તેમણે જણાવ્યું હતું કે હત્યાની તરફેણ કરનાર વ્યકિત કદાપિ હિંદુ હોઇ શકે નહીં. દરમિયાન ત્યાં ઉપસ્થિત ભાજપના પ્રવકતાઅે ઊભા થઇને નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરુદ્ધ કરવામાં આવેલી પ્રકાશ રાજની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્ય્ો હતો.

ઇન્ડિયા ટુડેના સાઉથ કોન્કલેવ-ર૦૧૮ના મહત્ત્વના સત્ર ‘સ્ટેન્ડ આઉટ, સ્પીકઅપઃ મેક યોરસેલ્ફ કાઉન્ટ’ વિષય પર પ્રકાશ રાજે ફિલ્મ ‘પદ્માવત’ને લઇને છેડાયેલા વિવાદને લઇને પોતાનો સ્પષ્ટ મત વ્યકત કરતાં પ્રકાશ રાજે ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવતાં જણાવ્યું હતું કે આ વિવાદમાં વડા પ્રધાને ખુદ દરમિયાનગીરી કરવી જોઇએ.

You might also like