હું જોખમોથી ડરતી નથીઃ સ્વરા ભાસ્કર

૨૦૦૯માં ફિલ્મ ‘માધોલાલ કીપ વોકિંગ’થી એક્ટિંગ કારકિર્દી શરૂ કરનાર સ્વરા ભાસ્કરે અત્યાર સુધી ‘ગુજારીશ’, ‘લિસન અમાયા’, ‘ઔરંગઝેબ’, ‘તનુ વેડ્સ મનુ’, ‘રાંઝણા’, ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’, ‘પ્રેમ રતન ધન પાયો’, ‘નીલ બટે સન્નાટા’ અને ‘વીરે દી વેડિંગ’ જેવી કેટલીયે ફિલ્મ કરી છે. મળી રહેલી સફળતાના કારણે સ્વરાના સ્ટાર બુલંદીઓ પર છે. આજકાલ તે કંઇક વધુ જ ઉત્સાહી છે.

તે કહે છે કે હું વિવિધતા અને જોખમભર્યાં પાત્રો માટે જાણીતી છું. જ્યારે હું ફિલ્મ ઉદ્યોગમાં આવી હતી ત્યારે મને ખ્યાલ નહોતો કે રસ્તો કેવી રીતે બનાવવો. મને ઘણાંએ સલાહ આપી કે શું કરવું અને શું ન કરવું? કેટલાક લોકોએ મને કોઇકની બહેન કે હીરોઇનની બહેનપણી ન બનવાની સલાહ આપી, કેમ કે ત્યારે મને માત્ર સેકન્ડ લીડ પાત્ર કરવાના પ્રસ્તાવ મળ્યા હતા. મેં હંમેશાં મારા દિલની વાત સાંભળી અને તેના પર અમલ કર્યો.

સ્વરા કહે છે કે હું એવી ભૂમિકાઓને પ્રાથમિકતા આપું છું, જે પડકારરૂપ હોય, તેમાં મારી રચનાત્મકતા બહાર આવી શકે અને મારી અંદરના કલાકારને સંતુષ્ટ કરી શકે. આ રચનાત્મક સંતુ‌િષ્ટ માટે હું જીવનમાં ક્યારેય જોખમ લેતાં ડરી નથી. સ્વરા કહે છે કે હું સ્ક્રિપ્ટની તાકાત અને સંભાવનાઓને ઓળખવાનું શ્રેય મારા કો-સ્ટારને આપું છું.

હું ખુદને ખુશકિસ્મત માનું છું કે મને કેટલાક બેસ્ટ ફિલ્મકારો સાથે કામ કરવાનો મોકો મળ્યો. ‘તનુ વેડ્સ મનુ’ કે ‘રાંઝણા’ની વાત કરીએ તો તેનું શ્રેય હિમાંશુ શર્માને જાય છે. તે જ રીતે ‘નીલ બટે સન્નાટા’માં અશ્વિની ઐયર તિવારીને ફિલ્મની કહાણી પર ખૂબ જ ભરોસો હતો. મેં તેમના પર ભરોસો કર્યો. મને ફિલ્મોની સાથે-સાથે વેબ સિરીઝ પણ ઓફર થઇ, જે દિલચસ્પ લાગતાં મેં તે સ્વીકારી. મને એક્સપરિમેન્ટ કરવાથી ડર લાગતો નથી. •

You might also like