આસામનો હું ઋણી છું, હું અહીંની જ ચા વેચતો હતોઃ PM

આસામઃ આસામના તીનસુખિયામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તે આસામના ઋણી છે. તેઓ જ્યારે ચા વેચતા હતા ત્યારે આસામની જ ચા  લોકોને પીવડાવતા હતા. તેમણે કહ્યું કે, મારી લડાઇ મુખ્યમંત્રી તરૂણ ગોગોઇ સામે નથી, ગરીબી સામે છે. તેઓ વડિલ ગોગોઇના આર્શિવાદ ઇચ્છે છે. તેઓ રાજ્યના વિકાસ માટે લડી રહ્યાં છે. તેમણે રેલીમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે સર્બાનંદ કેન્દ્રમાં એક સારા મંત્રી છે. બીજેપી જીતશે તો તેઓ આસામના મુખ્યમંત્રી બનશે. તેનાથી મારૂ નુકશાન થશે, પરંતુ આસામનું ભલુ થશે. પીએમ મોદીએ કહ્યું કે હું જ્યારે ચા વેચતો હતો, ત્યારે લોકોને આસામની જ ચા પીવડાવતો હતો. જે પીને લોકો તાજગી અનુભવતા હતા. તેને કારણે હું આસામનો ઋણી છું. ગરીબોને શિક્ષા, યુવાનોને કમાણી અને વડિલોને દવાઓ પહોંચાડીને આસામની પરિસ્થિતિને બદલી નાખીશું.

પીએમએ રેલીમાં આવનાર લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, આસામના દરેક રાજ્યમાં વિજળી પહોંચાડવામાં આવશે. આઝાદીના સમયમાં આસામ સૌથી સમૃદ્ધ રાજ્યોમાંનુ એક હતું. ત્યારે આજે તેની હાલત આવી થઇ ગઇ છે. જે રાજ્ય સમગ્ર દેશને ચા આપીને ઉર્જાવાન કરે છે તેનો વિકાસ હવે નિશ્ચિત છે. મોદીએ વધુમાં લોકોને જણાવ્યું હતું કે 60 વર્ષથી કોંગ્રેસને તમે આશા સાથે વોટ આપીને જીતાડી. પરંતુ પરિણામ શું આવ્યું? હવે તમે એક વખત બીજેપીને સરકાર બનવી એક તક આપો. આસામની અમે કાયાપલટ કરી નાખીશું. પાંચ વર્ષમાં અમે આસામને એવું બનાવી દઇશું કે લોકો પોતાના બાળકને એ ફોર આસામ કહેતા શીખવાડશે અને ગર્વ અનુભવશે. આજે મોદી આસામમાં ચાર જગ્યાએ રેલી સંબોધવાના છે. તીનસુખિયામાં રેલી કર્યા પછી તેઓ માજૂલીમાં રેલી કરવાના છે. ત્યાર બાદ બિહુપિયા અને જોરહાટમાં સભા સંબોધશે.

 

You might also like