હું પણ હિન્દુ છુ પરંતુ મને કોઇનાથી ડર નથી લાગતો : ચીફ જસ્ટિસ

નવી દિલ્હી : ભારતનાં મુખ્ય ન્યાયાધીશ જે.એસ ખેહડે એક સુનવણી દરમિયાન કહ્યું કે હું પણ હિન્દૂ છું, પરંતુ હું કોઇથી નથી ડરતો. મુખ્યન્યાયાધીશે આ ટીપ્પણી તે સમયે કરી જ્યારે 10મી વખત ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવાની અરજી કરનાર વ્યક્તિએ કહ્યું કે હિન્દૂ કોર્ટમાં આવતા ગભરાય છે, તેઓ આ વાતમાં પડવા નથી માંગતા.

મુખ્યન્યાયાધીશે અરજીકર્તા બાલ રામ બાલીને કહ્યું કે કોર્ટમાં આવતા પહેલા ગભરાવાની શી જરૂર છે. તેમણે કહ્યું કે તમે 10મી વખત અરજી લઇને આવ્યા છો, પહેલાની તમારી તમામ અરજીઓ ફગાવી દેવાઇ છે. આ અરજીમાં પણ કંઇ નવુ નથી. આ અરજી કર્તાએ કહ્યું કે 1996માં સંવિધાન પીઠે આ અંગે ખોટા આદેશ પાસ કર્યા હતા.

અરજીકર્તાનું કહેવું હતું કે,સંવિધાન પીઠના નિર્ણયમાં આ વાતને ખોટી રીતે રેકોર્ડ કરવામાં આવી છે કે પૂર્વમાં હિન્દૂ ધર્મના લોકો ગાય અને સુવરનું માસ ખાય છે. અરજીકર્તાનો દાવો હતો કે વેદ કે ધાર્મિક ગ્રંથોમાં આવી કોઇ વાત લખાઇ નથી.

જો કે મુખ્ય ન્યાયાધીશ જે.એસ ખેહડ અને ન્યાયમુર્તિ ચંદ્રચૂડની પીઠે અરજીકરનારને ચેતવણી આપી કે જો તેઓ ફરી અરજી કરશે તો અરજી સાથે 50 હજાર રૂપિયાના ડ્રાફ્ટ સાથે કરવી પડશે. બાલી પર કોર્ટની અવગણનાનો કેસ પણ ચાલી ચુક્યો છે, જો કે ત્યાર બાદ અવગણનાની કાર્યવાહીને નિરસ્ત કરી દેવામાં આવી હતી.

You might also like