હું આવી જ છું, બદલાઈશ પણ નહીંઃ સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કર ખૂબ જ જલદી નવી વેબ સિરીઝમાં જોવા મળશે. બોલિવૂડથી બહાર આવીને વેબ સિરીઝ તરફ આગળ વધવાનું કારણ સ્વરા શું માને છે? તે કહે છે કે આજની પેઢી માનવા લાગી છે કે ફિલ્મની કહાણી ઘણી વાર ઘીસીપીટી હોઇ શકે છે, પરંતુ વેબ સિરીઝ લોકો ખૂબ જ જોઇ રહ્યા છે અને પસંદ કરી રહ્યા છે.

મારા માટે પણ એક સશક્ત રોલ અને કહાણી મહત્ત્વનાં છે. તેથી મેં વેબ સિરીઝ કરવાનું શરૂ કર્યું. સ્વરા જે વેબ સિરીઝ કરવા જઇ રહી છે તે મીરાંની કહાણી છે. આ ઇત્તફાક છે કે કહાણીમાં નાયિકાનું નામ પણ સ્વરા હતું, જે મેં ચેન્જ કરવા કહ્યું. સ્વરાનું નામ બદલીને મીરાં થયું. મીરાંનાં લગ્ન એક એવી વ્યક્તિ સાથે થયાં છે, જે તેના માટે દરેક બાબતમાં મિસફિટ હોય છે.
ઘણી વાર સ્વરાને દબંગ સ્વરા કહેવામાં આવે છે. તેના કારણે તેને પરેશાનીનો સામનો પણ કરવો પડ્યો છે. તે કહે છે કે મારો સ્વભાવ બદલાશે કે નહીં, કોણ જાણે, પરંતુ મારી આદતો અને સ્પષ્ટવાદિતા નહીં બદલાય. હું સ્કૂલ અને કોલેજના જમાનાથી આવી જ છું. ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ની સફળતાનો સ્વરાને કેટલો ફાયદો મળ્યો તે અંગે વાત કરતાં તે કહે છે કે ‘વીરે દી વેડિંગ’ની સફળતાનો ફાયદો બધાંને મળ્યો.

જો ફિલ્મ ફ્લોપ જાત તો બધાં માટે બહુ જ ખરાબ થાત. ફિલ્મ આખરે ટીમવર્ક પર જ ચાલે છે. મેં વેબ સિરીઝને મારો વધુ સમય આપ્યો છે. બીજી તરફ હવે એવો સમય ક્યાં રહ્યો છે, જ્યારે તમારી પાસે ડઝન ફિલ્મોના પ્રસ્તાવ હોય.


You might also like