UK માં મીડિયા મારા શિકારના ફિરાકમાં છે: વિજય માલ્યા

નવી દિલ્હી: ભારતીય બેંકોના 9 હજાર કરોડ હડપવાના આરોપી વિજય માલ્યાએ ટ્વિટ કરીને ફરી એકવાર મીડિયા પર નિશાન સાધ્યું છે. વિજય માલ્યાએ કહ્યું કે ‘યૂનાઇટેડ કિંગડમ (યૂકે)માં મીડિયા મારા શિકારના ફિરાકમાં છે. અફસોસની વાત એ છે કે તે મને શોધી શક્યા નથી. હું મીડિયા સાથે વાત કરીશ નહી. એટલા માટે પોતાની મહેનત બરબાદ ન કરો.’ વિજય માલ્યાએ આ પહેલાં ટ્વિટ કરીને કહ્યું હતું કે હું ભાગેડૂ નથી, ઇન્ટરનેશનલ બિઝનેસમેન છું. મારી મીડિયા ટ્રાયલ ન કરવામાં આવે.

લંડનમાં વિજય માલ્યા મીડિયા સાથે વાત કરવા માટે તૈયાર નથી તો ભારતમાં તેમને લઇને રાજકીય પક્ષોમાં આરોપ-પ્રત્યારોપનો દૌર ચાલુ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવરે ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્પષ્ટીકરણ માંગ્યું હતું કે વિજય માલ્યા કેવી રીતે દેશ છોડીને જતા રહ્યા. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે સીબીઆઇ સીધો રિપોર્ટ વડાપ્રધાનને કરે છે, એટલા માટે વડાપ્રધાને જણાવવું જોઇએ કે વિજય માલ્યાને ભારત છોડવાની પરવાનગી કેમ આપવામાં આવી.?

રાજકીય પક્ષોના હુમલા સહન કરી રહેલા વિજય માલ્યાને પૂર્વ વડાપ્રધાન અને જેડીએસના પ્રમુખ એચડી દેવગૌડાના નિવેદનથી મળી હશે. દેવગૌડાએ કહ્યું કે વિજય માલ્યા દેશમાંથી ભાગ્યા નથી. એટલું જ નહી તેમણે વિજય માલ્યાને તેમણે કર્ણાટકની માટીના પુત્ર ગણાવ્યા.

You might also like