હું ડિરેક્ટરની એક્ટર છુંઃ તાપસી

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુની ફિલ્મ ‘રનિંગ શાદી ડોટકોમ’ હાલમાં પોસ્ટ પ્રોડક્શનમાં લટકેલી છે. સુજિત સરકાર દ્વારા નિર્મિત અને અમિત રોય દ્વારા નિર્દેશિત આ ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનના કારણે લેટ થઇ રહી છે. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં તાપસી સાથે અરજણ બાજવા અને અમિત સાધ જેવા કલાકારો છે. આ ઉપરાંત નવોદિત નિર્દેશક સંકલ્પની યુદ્ધ પર આધારિત ફિલ્મ ‘ગાજી’ પણ રિલીઝ થઇ રહી છે. પ્રકાશ રાજ નિર્દેશિત ‘તડકા’, ‘નામ શબાના’ અને ‘મખલા’ જેવી ફિલ્મ પણ તાપસી કરી રહી છે. તાપસી કહે છે કે મને આશા છે કે આ બધી ફિલ્મો દ્વારા હું મને ગમતું કામ કરી શકીશ.

તાપસી એક્શન દૃશ્યોને રિયલ બનાવી દે છે. તાપસી કહે છે કે લોકો મારા વિશે કહે છે કે હું પુરુષોને મારતી વખતે એકદમ પ્રભાવશાળી લાગું છું, પરંતુ પર્સનલ લાઇફમાં મેં આજ સુધી કોઇ પણ વ્યક્તિને માર માર્યો નથી. ફિલ્મ સાઇન કરતી વખતે તાપસી સૌથી પહેલાં ફિલ્મના ડિરેક્ટર કોણ છે તે જુએ છે. તે કહે છે કે હું ડિરેક્ટરની એક્ટર છું. ઓન સ્ક્રીન મારું પર્ફોર્મન્સ એ જ બાબત પર નિર્ભર કરે છે કે મને કયા પ્રકારે નિર્દેશિત કરવામાં આવે છે. ત્યાર બાદ હું મારો રોલ અને સંપૂર્ણતામાં સ્ક્રિપ્ટ જોઉં છું. હું એ જોઉં છું કે મારો રોલ કેટલો રોચક છે અને ફિલ્મ માટે તે કેટલો મહત્ત્વનો છે.

You might also like