લડવૈયો છું, ચૂંટણી પણ લડીશઃ ડી.જી. વણજારા

અમદાવાદઃ એન્કાઉન્ટર વિવાદમાં જેલવાસ ભોગવી ચૂકેલા નિવૃત્ત આઇપીએસ અધિકારી ડી.જી. વણજારાએ આજે રોડ શોનું આયોજન કર્યું હતું. જગન્નાથ મંદિરથી વણજારાએ રેલીની શરૂઆત કરી આ રેલી કાલુપુર, સરસપુર, સિવિલ હોસ્પિટલ, ગાંધીઆશ્રમ, સી.જી. રોડ અને પરિમલ ગાર્ડન, પાલડી, સરદારબ્રિજ થઇ ટાઉનહોલ ખાતે પૂરી થઇ હતી. આ રેલીમાં તેમના સમર્થકો ભગવા રંગના સાફા પહેરી હાજર રહ્યા હતા. વણજારાએ આ પ્રસંગે કહ્યું હતું કે હું નિવૃત્ત થયો છું, થાક્યો નથી. લડવૈયો છું, ચૂંટણી પણ લડીશ.

http://sambhaavnews.com

You might also like